લખનૌ : ઉતરપ્રદેશમાં વિકાસ દુબે કાંડની યાદ અપાવતી એક નવી ઘટનાએ રાજયના કાસગંજ જીલ્લામાં પોલીસ ટીમ પર હુમલો અને એક પોલીસની હત્યા બાદ થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે બુટલેગર કમ ગેંગસ્ટરને ઠાર માર્યો હતો.જો કે તેનો વધુ એક સાથીદાર ફરાર થવામાં સફળ રહ્યા છે.થાણા જીલ્લાના સિદ્ધપુરામાં ગઈકાલે કાલી નદી સાથે એક બુટલેગરને ઝડપવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલો થયો હતો અને ગેંગસ્ટરના સાથીદારે ગોળીબાર કરતા એક પોલીસ જવાન માર્યા ગયા હતા.જો કે આ શરાબ માલીક એ અગાઉ એક પોલીસ કર્મચારીને અપહરણ કરી તેની વરદી ઉતરાવીને પછી ફિલ્મી સ્ટાઈલથી માર માર્યો હતો જેને લોહીલુહાણ હાલતમાં યુનિ. હોસ્પીટલમાં ખસેડાતા તેનું મૃત્યુ થયું હતું બાદમાં પોલીસ ટીમ આ માફીયાને ઝડપવા ગઈ તે સમયે એન્કાઉન્ટરમાં વધુ એક પોલીસ જવાન શહીદ થયો પણ પોલીસે ગેંગસ્ટર એલકારને ઠાર માર્યો હતો પણ તેનો એક સાથી નાસી છુટવામાં સફળ રહ્યો છે જેની તલાશ ચાલુ છે.પોલીસે બાદમાં ફરી શરાબ માફીયા સામે અભિયાન શરુ કર્યુ છે.

