નવી દિલ્હી,તા.29 એપ્રિલ 2022,શુક્રવાર : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ફરી શાબ્દિક હુમલો કર્યો છે.માયાવતીએ કહ્યુ હતુ કે, અખિલેશ યાદવ મુસ્લિમ તેમજ યાદવ સમાડના તમામ વોટ લઈને અને્ બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને પણ પોતાનુ સીએમ બનવાનુ સપનુ પુરૂ કરી શક્યા નથી તો બીજાનુ પીએમ બનવાનુ સપનુ તો ક્યાંથી પુરૂ કરી શકવાના?માયવતીએ કહ્યુ હતુ કે, ગત લોકસભા ચૂંટણીમાં પણ બસપા સાથે ગઠબંધન કર્યા પછીય અખિલેશ પાંચ સીટો જીતી શક્યા હતા તો મને કેવી રીતે પીએમ બનાવવાના છે…માટે આ પ્રકારના બાલિશ નિવેદનો આપવાનુ તેમણે બંદ કરવુ જોઈએ.માયાવતીએ સાથે સાથે કહ્યુ હતુ કે, હું પીએમ કે સીએમ બનુ કે ના બનુ પણ હું સમાજના નબળા અને ઉપેક્ષિત વર્ગોના હિતમાં દેશની રાષ્ટ્રપતિ ક્યારેય નહીં બની શકું.માટે જ યુપીમાં સપાના સીએમ બનવાનુ સપનુ પણ ક્યારેય પુરૂ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ભાજપે બહુજન સમાજવાદી પાર્ટીના વોટ તો મેળવી લીધા પણ હવે તે માયાવતીને રાષ્ટ્રપતિ બનાવશે?આ નિવેદન પર માયાવતી હવે બરાબર ભડકયા છે.
યુપીમાં હવે ફરી સમાજવાદી પાર્ટીનો કોઈ સીએમ નહીં બનેઃ અખિલેશ પર ભડકયા માયાવતી
Leave a Comment

