બ્રસેલ્સ, તા. ૨૯ : યુરોપમાં ફુગાવો વધુ એક નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તેમ આજે ે યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટ દ્વારા જારી થયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.રશિયા તથા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇંધણના સતત વધી રહેલા ભાવને પગલે યુરોપમાં ફુગાવો સતત વધી રહ્યો છે.યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોંમાં એપ્રિલના ફુગાવામાં વાર્ષિક ધોરણે ૭.૫ ટકાનો વધારો થયો છે.ગયા મહિને આ ફુગાવો ૭.૪ ટકા હતો.સતત છઠ્ઠા મહિને યુરોઝોનના ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.યુરોસ્ટેટના જણાવ્યા મુજબ ઉર્જાના ભાવમાં ૩૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.જે દર્શાવે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ યુરોપના ૩૪.૩ કરોડ લોકોને કેવી રીતે અસર કરી રહ્યું છે.યુરોેસ્ટેટના જણાવ્યા અનુસાર ફક્ત યુરોપ જ નહીં સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે.માર્ચમાં અમોેરિકામાં પ ફુગાવો વધીને ૮.૫ ટકા થઇ ગયો છે.જે ૧૯૮૧ના પછીનો સૌથી ઉંચો ફુગાવો ચે.વધતા ફુગાવાને કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોને અનાજથી લઇને યુટિલિટી બિલો પાછળ વધુ રકમ ચુકવવી પડી રહી છે.યુરોપમાં ફુગાવો વધવાનું સૌથી મોટું કારણ ઉર્જાના વધી રહેલા ભાવ છે.
જર્મનીઅ દેશના લોકોને રાહત આપવા માટે વીજળીના દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.જેના કારણે ચાર સભ્યોના પરિવારને વાર્ષિક ૩૦૦ યુરોની બચત થશે.કોરોનામાંથી બહાર આવેલા દેશોમાં ઓઇલ અને ગેસની માગ વધતા તેના ભાવ સતત વધી રહ્યાં છે.આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ ઓઇલ અને ગેસના ભાવ વધ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મધ્યસ્થ બેકો પાસે હવે વ્યાજ દરમાં વધારો કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.હવે તેઓ લાંબા સમય સુધી રાહ જોઇ શકે તેવી સ્થિતિમાં નથી.


