બ્રસેલ્સ, તા. ૨ : યુરોપિયન યુનિયને જણાવ્યું છે કે તેનું માનવું છે કે એપલે પોતાના ઇજારાશાહીનો ફાયદો ઉઠાવીને પોતાની પેમેન્ટ સિસ્ટમ એપલ પેના હરીફોને મર્યાદિત તકો આપી છે.૨૭ દેશોનું સંગઠન યુરોપિયન કમિશન ૨૦૨૦થી ટેકનોલોજી કંપની એપલની વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે.કમિશનને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એપલે પોતાનાડિવાઇસ પર પોતાની પ્રતિસ્પર્ધઝી મોબાઇલ એેપ ડેવલોપર્સ માટે જરૃરી સુવિધા આપી નથી.ઇયુ કોમ્પિટિશન કમિશનર માર્ગેથે વેસ્ટાગેરે જણાવ્યું છે કે અન્ય હરીફ કંપનીઓને દૂર રાખીને એપલે પોતાના એપલ પે વોલેટને સંરક્ષણ પુરુ પાડયું છે.એપલે પોતાના ઇજારાશારહીનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય કર્યુ છે જે કાયદા અનુસાર ગેરકાયદે છે.જો કે કમિશને એ જણાવ્યું નથી કે જો કંપની દોષિત પુરવાર થશે તો તેને કેટલી રકમનો દંડ ફટકારવામાં આવશે.કમિશને વધુમાં જણાવ્યું છે કે એપલના આ કૃત્યને કારણે ગ્રાહકોને ઓછી પસંદગી પ્રાપ્ત મળી છે અને અન્ય હરીફ કંપનીઓેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.કમિશને આ સંબધમાં એપલ વિરુદ્ધ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેકશન મોકલ્યું છે.યુરોપિયન કમિશનના અધિકારીઓ એન્ટી ટ્રસ્ટ કાયદાની વિવિધ જોગવાઇઓ હેઠળ એપલ વિરુદ્ધ તપાસ કરી રહ્યાં છે.


