અમદાવાદ : તા.22 જુન 2022,બુધવાર : સરખેજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ મર્ડર કેસમાં જેલમાં રહેલા પુત્રની હત્યા કરવાની ધમકી મળ્યાની ફરિયાદ મંગળવારે નોંધાવી છે.મહિલાને અજાણ્યા નંબર પરથી એક યુવકની જાહેરમાં થયેલી હત્યાના બનાવનો વીડિયો મોકલવામાં આવ્યો હતો.આ વીડિયો મોકલનારે મેસેજ કર્યો કે,તમારા દીકરા સાનૂની આજે રાત્રે હત્યા થશે.વધુમાં વીડિયો મોકલનારે અન્ય એક વીડિયો મોકલી ખાસ બંધુકનો ઉપયોગ કરી જેલની બાહર આવ્યા બાદ શાનુની હત્યા કરવામાં આવશે એવો પણ મેસેજ કર્યો હતો.બનાવને પગલે મહિલાએ પોલીસને જાણ કરી હતી.રામોલમાં 2019માં બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો.હત્યાના ગુનામાં બન્ને પક્ષોના સભ્યોની ધરપકડ થઈ હતી.ફતેવાડીમાં કાદરી પાર્ટી પ્લોટ પાસે રહેતા નાહિદા અકિલભાઈ શેખ ઉં,50એ અજાણ્યા મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ ફરિયાદ કરી છે.પોલીસ ફરિયાદ મુજબ 2029માં રામોલમાં થયેલી હત્યાના બનાવમાં ફરિયાદી મહિલાનો પુત્ર શાહનવાઝ ઉર્ફ શાનુ જેલમાં છે.બીજી તરફ શાનુના મિત્રના ભાઈની હત્યાના બનાવમાં સામે પક્ષ આરોપીઓ પકડાયા છે.