ભિલોડાની ગાયત્રી સોસાયટી ડુંગરી તળેટી નજીકથી ૧૮ વર્ષીય યુવતીનું કારમાં આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી હતી જો કે અપહરણ કરેલ કાર ઇડરના બડોલી ગામ નજીક સીમમાં પલ્ટી ખાઈ જતા અપહત્ય યુવતી અને અપહરણ કરનાર ત્રણ શખ્સોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાયા હતા.
ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતી યુવતી તેની બહેનપણી અને અન્ય એક મહિલા સાથે શનિવારે સવારે ઘરેથી કામકાજ અર્થે નીકળી હતી ત્યારે ગાયત્રી સોસાયટી ડુંગરી તળેટી વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે અલ્ટો કારમાં આવેલા ગાંભોઇના જગદીશ અળખાભાઈ થોરી અન્ય બે શખ્શોએ એક યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ તેની સાથે રહેલી ૧૮ વર્ષીય યુવતીનું અપહરણ કરી નાશી છૂટ્યા હતા યુવતીની માતાને પણ અપહરણકારોની કાર ઇડરના બડોલી ગામ નજીક કાર પલ્ટી જતા અપહત્ય યુવતી સહીત કાર ચાલક જગદીશ અને સાથે રહેલા બે શખ્સોને શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી દીધા હતા.આ અંગે ભિલોડા પોલીસે કપિલાબેન થોરીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.


