અમદાવાદ : કુબેરનગર પુષ્પાનગરમાં રહેતા યુવક પર અંગત કારણસર ખોટી એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કર્મચારીએ યુવકના મિત્રને કોલ કરીને તેની જાતિ અંગે પુછપરછ કર્યાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.યુવકને કોલ રેકોર્ડીગની ક્લીપ મળી સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર બનાવની વિગત એવી છે કે કુબેરનગર ભાર્ગવ રોડ પર આવેલા પુષ્પાનગર ખાતે ખુશાલ વર્મા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે ખુશાલ વર્માને તેમના મિત્ર રાકેશ યાદવે એક કોલ રેકોર્ડીંગ આપ્યું હતું.જેમાં રાકેશ યાદવ પર કુબેરનગરમાં રહેતા પુનમભાઇ પરમાર નામના વ્યક્તિએ કોલ કરીને ખુશાલ વર્મા અને તેની પત્ની ઉષા અંગે પુછપરછ કરીને જાતિ અંગે તપાસ કરી હતી. જેમાં તે કહેતા હતા કે તેમની જાતિ કઇ છે? તે તપાસીને તેમના પર એટ્રોસીટી કરવાની છે.જેથી આ બાબતને ગંભીરતાથી લઇને રાકેશ યાદવે મેઘાણીનગરમાં ફરિયાદ દાખલ કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે પુનમભાઇ પરમાર ઉત્તર ઝોનના એએમસીના ટેક્ષ વિભાગમાં નોકરી કરતા હતા.હાલ તેઓ નિવૃત છે.જો કે તે ક્યાં કારણસર એટેસીટીની ફરિયાદ દાખલ કરવા ઇચ્છે છે? તે અંગે પણ ખ્યાલ નથી કારણ કે તેમને તેનો કોઇ સંપર્ક નથી.પંરતુ, પોતાના પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ દાખલ થઇ શકે તેવી શક્યતા હોવાને કારણે તેમણે મેઘાણીનગરમાં પોલીસ ફરિયાદ કરી છે.જેમાં પોલીસે કોલ રેકોર્ડીંગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


