By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યોકોવિચ કોરોનાની વેક્સિન લીધા વિના પણ ફ્રેન્ચ ઓપન-વિમ્બલ્ડનમાં રમી શકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યોકોવિચ કોરોનાની વેક્સિન લીધા વિના પણ ફ્રેન્ચ ઓપન-વિમ્બલ્ડનમાં રમી શકશે
GeneralSports

યોકોવિચ કોરોનાની વેક્સિન લીધા વિના પણ ફ્રેન્ચ ઓપન-વિમ્બલ્ડનમાં રમી શકશે

HM News
Last updated: 28/04/2022 5:34 AM
HM News
3 years ago
Share
SHARE

લંડન, તા.૨૬ : કોરોનાની વેક્સિન ન લેવાના કારણે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ગુમાવનારા વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચને ઓલ ઈંગ્લેન્ડ કલબે રાહત આપી છે.વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં રમવા માટે ખેલાડીએ કોરોનાની વેક્સિન લીધી હોવી જ જોઈએ તેવો નિયમ દૂર કરવામાં આવ્યો છે.જેના કારણે વેક્સિન ન લેનારા ખેલાડીઓ પણ આ વર્ષે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં રમી શકશે.આ કારણે વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચ વિમ્બલ્ડનમાં તેનું ટાઈટલ જાળવી રાખવા માટે ઉતરશે.અગાઉ પેરિસમાં યોજાનારી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમના આયોજકોએ પણ કોરોના અંગેના નિયંત્રણો પડતા મૂક્યા હતા.જેના કારણે યોકોવિચ માટે ક્લે કોર્ટ પર યોજાતી ગ્રાન્ડ સ્લેમમાં રમવા માટેના દરવાજા ખુલ્યા હતા.વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં આ વર્ષે કોરોના અંગેના કોઈ પણ નિયંત્રણો નહીં હોય.છેલ્લા બે વર્ષથી કોરોનાનો પ્રભાવ વિમ્બલ્ડન પર જોવા મળ્યો હતો.વર્ષ ૨૦૨૦માં તો વિમ્બલ્ડન ટુર્નામન્ટ જ રદ કરવામાં આવી હતી.જ્યારે ૨૦૨૧માં નિયંત્રણો વચ્ચે વિમ્બલ્ડનનું આયોજન થયું હતુ.૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા યોકોવિચે સ્પષ્ટ કરી દીધું છે કે, તે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા માટે કોરોનાની વેક્સિન મૂકાવાનો નથી.

જોકે વિમ્બલ્ડન આ વખતે ફરજીયાત વેક્સિનનો નિયમ જ પડતો મૂકતા યોકોવિચે રાહત અનુભવી છે.૩૪ વર્ષનો યોકોવિચ ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન બંનેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે.ફ્રાન્સે પણ ફરજીયાત વેક્સિનનો નિયમ પડતો મૂક્યો છે.જેના કારણે યોકોવિચ માટે ફ્રેન્ચ ઓપનમા રમવાનું આસાન બન્યું હતુ.અલબત્ત, વિમ્બલ્ડનની આયોજક ઓલ ઈંગ્લેન્ડ કલબના પ્રમુખ ઈયાન હેવિટ્ટે કહ્યું કે, અમને યુકે સરકારની માર્ગદર્શિકા મળી હતી.જે અંગે અમે ગહન વિચારણા અને ચર્ચા કર્યા બાદ રશિયા અને બેલારૃસના ખેલાડીઓને વિમ્બલ્ડનમાં ભાગ લેવા ન દેવાનો નિર્ણય લીધો હતો.ચાલુ વર્ષના પ્રારંભે યોકોવિચને કોરોનાની વેક્સિન ન લીધી હોવાના કારણે ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.

આહવા જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરે મહિલાના પેટમાંથી 2.5 કિલોની ગાંઠ કાઢીને કર્યું સફળ ઓપરેશન
ઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ
લગ્નમાં 100 લોકોને મંજૂરી આપનાર સરકાર 500-500 ખેડૂતોને એકઠા કરી ભોજન કરાવશે
દેશના સૌથી સ્વચ્છ શહેરમાં કોરોનાએ ફરી એન્ટ્રી મારી, 9 સૈન્ય અધિકારીઓ કોવિડ પોઝિટિવ
રોકાણકારોની સંપતિ રૂ. 2.63 લાખ કરોડ વધીને રૂ. 253.13 લાખ કરોડ પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article સિંધુ, સાયના અને શ્રીકાંતની આગેકૂચ, લક્ષ્ય સેન પહેલી જ મેચ હારતા બહાર
Next Article ભાવનગર-બોટાદ ટ્રેનને ધ્રાંગધ્રા સુધી પુનઃ લંબાવવા લોકમાંગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up