- સળગતી પાણીપૂરીથી ગ્રાહકના મોઢામાં કોઈ નુકસાન પહોંચતું નથી, પ્રાકૃતિક કપૂરનો ઉપયોગ
- રેસકોર્સના બાલભવનમાં યોજાયેલા આહાર-આરોગ્ય મેળામાં સળગતી પાણીપૂરી આકર્ષણનું કેન્દ્ર
સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો
રાજકોટની સ્વાદપ્રિય લોકો માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસકોર્સના બાલભવનમાં ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને વાનગી બનાવવા માટેના ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળાની વિશેષતા એ હતી કે,સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો.પાણીપૂરી બધા જ મસાલાથી ભરાય જાય પછી ઉપર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને લાઇટરથી સળગાવવામાં આવે છે.
7 જાન્યુઆરીથી જ સળગતી પાણીપૂરીના વેચાણની શરૂઆત કરી
સળગતી પાણીપૂરી બનાવતા કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે,હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપુરી સ્ટોલ રાખું છું.કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરી 7 જાન્યુઆરીથી યોજાયેલા આ મેળામાં શરૂઆત કરી હતી.આ પાણીપૂરીમાં બટેટા,ચણા,દહીં,લાલ-લીલી ચટણી,ગુંદી,ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાંખવામાં આવે છે.આ ફાયર પાણીપૂરી ખાનાર વ્યક્તિનાં મોંમાં મૂકવામાં આવે છે.પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી.7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં ફાયર પાણીપૂરીની અનેક લોકોએ મોજ માણી હતી અને તેમાં સૌથી વધુ બહેનો હતી.


