રણબીર કપૂરનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે `આઈ એમ બિગ બીફ બોય` એટલે કે મને બીફ ખાવાનું પસંદ છે.બ્રહ્માસ્ત્ર ફિલ્મ (Brahmashtra Film)ને લઈને ફરી એકવાર બ્રહ્માસ્ત્ર બોયકોટ ટ્રેન્ડ થવા લાગ્યું છે.લોકોને ખબર નહીં ક્યાં ક્યાંથી બ્રહ્માસ્ત્રના કલાકારોના વીડિયો અને જૂના નિવેદનો મળી ગયા છે,અને તેને આધારે હવે ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ કરી રહ્યા છે.રણબીર કપૂરનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે `આઈ એમ બિગ બીફ બોય` એટલે કે મને બીફ ખાવાનું પસંદ છે.
ફિલ્મ રૉકસ્ટારના પ્રમોશન દરમિયાનનો રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં તે પોતાને ભાવતી ડિશ વિશે વાત કરતો હોય છે.આ કડીમાં તે આગળ કહેતો જોવા મળે છે કે તે ચીકન લવર નથી પણ મટન અને બીફ બોય છે, મતલબ કે તેન બીફ ખાવાનું ખુબ પસંદ છે.
આટલું જ નહીં, રાણા અય્યુબ સાથે આલિયા ભટ્ટનો ફોટો,રણબીર કપૂર પીકે ફિલ્મમાં ભગવાનના સ્ટીકરો લગાવે છે,મહેશ ભટ્ટનું 26/11 હુમલા માટે હિન્દુઓને જવાબદાર ઠેરવવા,પૂજા ભટ્ટની હિંદુ વિરોધી ફિલ્મ.મતલબ કે બ્રહ્માસ્ત્રમાં કામ કરતા તમામ સેલેબ્સના ઈતિહાસની તપાસ કરવામાં આવી છે અને તેમના વિવાદાસ્પદ,અનૈતિક અને હિંદુ વિરોધી નિવેદનોનો આશરો લઈને સોશિયલ મીડિયામાં #BoycottBrahmastraને ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે રણબીર અને આલિયા,ટીમ બ્રહ્માસ્ત્ર સાથે તેમની ફિલ્મના પ્રમોશન માટે IIT બોમ્બેની મુલાકાત લીધી હતી.આલિયાએ રોમેન્ટિક ગીત `કેસરિયા` પર પણ ધૂમ મચાવી હતી અને વીડિયો વાયરલ થયો હતો. `બ્રહ્માસ્ત્ર` એક આધુનિક પૌરાણિક ફિલ્મ છે જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે.તે હિન્દી,મલયાલમ,તમિલ,તેલુગુ,કન્નડ એમ પાંચ ભાષાઓમાં 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.