મુંબઇ : રણબીક કપૂરનો એક બેબીને રમાડતો વીડિયો બહુ વાયરલ થયો છે.લોકો રણબીરની અદાઓ પર એટલી હદે ઓવારી ગયા છે કે તેમણે તેની પત્ની આલિયા ભટ્ટ અને માતા નીતુ સિંહને ટેગ કરીને એવું પણ લખી નાખ્યું છે કે બેબી કપૂરના આગમનનો સમય આવી ગયો છે.રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી.પરંતુ,તેના ફેન્સ તેની તસવીરો અને અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.આવો જ એક વીડિયો કોઈ ફેન એકાઉન્ટ પર મુકાયો છે.જેમાં રણબીર એક બેબીને રમાડી રહ્યો હોવાનું જણાય છે.આ વીડિયો ભારે વાયરલ થયો છે.લોકો તેના પર અવનવી કોમેન્ટસ કરી રહ્યા છે. કોઈએ એવું લખ્યું છે કે બેબી અને રણબીર એ બંનેમાંથી કોણ વધારે ક્યુટ છે એ નક્કી કરવું મુશ્કેલ છે.તો કોઈએ આ વીડિયોમાં આલિયા ભટ્ટને ટેગ કરી દીધી છે અને લખ્યું છે કે આલિયાએ આ વીડિયો ખાસ જોવો જોઇએ.બીજા કોઈ ફેને રણબીરની માતા નીતુ કપુરને ટેગ કરીને લખ્યું છે કે બેબી કપૂરના આગમનનો સમય પાકી ગયો છે.રણબીર અને આલિયાનાં લગ્નને હજુ બે માસ હવે થશે.બંને અત્યારે પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છે.તેમની સાથે કામ કર્યું હોય તેવી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આગામી સપ્ટેમ્બરમાં રજૂ થવાની છે.આલિયાની વધુ એક ફિલ્મ ઓટીટી પર આવવાની છે.


