અમદાવાદ : બે વર્ષ બાદ અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે.ત્યારે જ રથયાત્રાની સુરક્ષામાં કોઇ જ ચૂક રહી જાય નહીં તેના માટે પોલીસ અને તંત્ર દ્વારા ખાસ કવાયત કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જ્યારે શહેર પોલીસ દ્વારા તમામ રીઢા ગુનેગારોની મુવમેન્ટ પર વોચ રાખવામાં આવી રહી છે.જ્યારે શહેરમાં આવતા જતા તમામ શંકાસ્પદ વાહનો પણ વોચ રાખવામાં આવી રહી છે.રથયાત્રા ટાણે વિવાદાસ્પદ પ્રવૃત્તિ કરનાર તત્ત્વોના રેકોર્ડ ચેક કરવાની કામગીરી પણ ચાલી રહી છે.સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી બાજનજર રાખવામાં આવી રહી છે.જયારે પોલીસ ટ્રેઇન્ડ પાયલટ દ્વાર પેરામોટરથી પણ બાજનજર રાખશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ રથયાત્રા શાંતિપૂર્વ વાતાવરણમાં પૂર્ણ થાય તેની કવાયતમાં લાગી ગઇ છે.એસીપી ડી.પી.ચુડાસમાએ દર્શનસિંહ બારડ અને તેમના સ્કવોડ સાથે રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર રાત્રે ફુટ પેટ્રોલિંગ કરીને સ્થાનિક વિસ્તારની વિગતો મેળવી હતી.આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના જુદા જુદા અધિકારીઓએ પણ પોતાના બાતમીદારો સજજ કરી દીધા છે અને તેઓ પણ સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ પર ફુટ પેટ્રોલિંગ કર્યું હતું.આ ઉપરાંત કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સંવેદન વિસ્તારોમાં સતત ડ્રોનથી વોચ રાખવામાં આવી રહી છે.રીઢા ગુનેગારો તથા વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોની તમામ હરકતો પર પણ નજર રાખવામાં આવી રહી છે.ટેકનિકલ સર્વેલન્સથી તેઓ કોના સંપર્કમાં છે.સોશિયલ મીડિયા પર તેઓ કોને ફોલો કરે છે તેની વિગતોના ચાર્ટ પણ તૈયાર થઇ રહ્યા છે.