નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2022 : આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે કોઇ ખેલાડીએ આઇપીએલ લીગની અધવચ્ચે કોઇ ટીમની કેપ્ટનશીલ છોડી દીધી હોય અને ફરી જૂના કેપ્ટનને ટીમની જવાબાદારી સોંપવામાં આવી હોય.આઇપીએલ-15 સિરિઝની શરૂઆત પહેલા જ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ (સીએસકે)ના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાના ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જો કે એક વાર ફરી આ સીઝનમાં 8 મેચોમાં કેપ્ટનશીપ ક્યા બાદ જાડેજાએ સીએકે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અને આ જવાબદારી ફરી ધોનીને આપવામાં આવી છે.આઇપીએલ-2022માં રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીલ હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે 8માંથી 6 મેચમાં જીત હાંસલ કરી છે.કેપ્ટનશીપમાં ફેરફાર અંગે CSK ટીમનું નિવેદનઃ-
CSKએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘રવીન્દ્ર જાડેજાએ એમએસ ધોનીને અપીલ કરી છે કે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળે અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરે.એમએસ ધોનીએ ટીમના હિતમાં આ અપીલ સ્વીકારી લીધી છે અને પોતે જ સુકાનીપદ સંભાળવાનો નિર્ણય લીધો છે.રવીન્દ્ર જાડેજા સામાન્ય રીતે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરતો હતો પરંતુ સુકાનીપદના દબાણમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.આવી સ્થિતિમાં જાડેજાની ઘણી ટીકા થઈ રહી હતી.નોંધનીય છે કે, આઇપીએલ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને કમાન સોંપી હતી.મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ શરૂ થવાના બે દિવસ પહેલા જ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો અને જાડેજાને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન સારી રહી ન હતી.સીએસકે તેની શરૂઆતની મેચોમાં સતત હાર્યું છે અને તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 2 જ જીતી છે