મુંબઈ, તા.૧૧ : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકની નિષ્ફળતા બાદ જાડેજાએ રાજીનામું આપ્યું હતુ અને ફરી ધોનીએ સુકાન સંભાળ્યું હતુ.રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજા થઈ છે અને તે હવે આઇપીએલની બાકીની મેચ ગુમાવશે તેવી જાહેરાત ચેન્નાઈ સુપર કિંગ્સે કરી છે.જાડેજા દિલ્હી સામેની મેચમાં ઈજાના કારણે રમવા ઉતર્યો નહતો.જાડેજાની ફિટનેસ અંગે ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે, જાડેજાને પાંસળીમાં ઈજા થઈ છે અને આ કારણે તે દિલ્હી સામેની મેચમાં રમી શક્યો નહતો.મેડિકલ ટીમ તેના પર દેખરેખ રાખી રહી છે.હાલની પરિસ્થિતિ જોતા અમે તેને આરામ આપવાનો નિર્ણય લીધો છે.હવે તે સિઝનની બાકીની મેચમાં રમવાનો નથી.
છેલ્લા બે દિવસથી ચેન્નાઈના કેમ્પમાં આંતરિક ટકરાવના અહેવાલ વહેતા થયા હતા.જાડેજા અને ચેન્નાઈ અલગ થાય તેવી અટકળો પણ ચ ાલી હતી.એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચેન્નાઈએ ઈન્સ્ટાગ્રામ પર જાડેજાને અનફોલો કરી દીધો છે.આવી સ્થિતિમાં તે ચેન્નાઈ છોડી રહ્યો છે, તેવી અટકળો તેજ બની હતી.જાડેજાએ આઇપીએલની આ સિઝનમાં ૧૦ મેચમાં ૧૧૬ રન કર્યા હતા અને પાંચ જ વિકેટ ઝડપી હતી.