By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય અટકાવ્યો : ભાવમાં 24%નો હાઈ જમ્પ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય અટકાવ્યો : ભાવમાં 24%નો હાઈ જમ્પ
GeneralInternational

રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય અટકાવ્યો : ભાવમાં 24%નો હાઈ જમ્પ

HM News
Last updated: 27/04/2022 9:49 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા. 27 એપ્રિલ 2022,બુધવાર : Russia Halts Gas Supply to Poland, Bulgaria : વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસના નિકાસકાર રશિયાએ અંતે યુક્રેનની મદદ કરી રહેલ દેશો પર પ્રતિબંધો લાદતા ફરી વૈશ્વિક કોમોડિટી બજાર હમમચી ઉઠ્યું છે. યુક્રેન યુદ્ધ(Ukraine War)માં શરૂઆતથી જ ખુલીને પોલેન્ડનું સમર્થન પુતિનની નજરમાં હતુ જ અને પોલેન્ડે યુક્રેનને યુદ્ધ લડવા માટે અનેક હથિયાર, આ સપ્તાહે ટેન્કો આપતા પુતિન ગુસ્સે ભરાયા છે અને પોલેન્ડ પર પ્રતિબંધો લાદ્યા છે.રશિયાએ કડક વલણ અપનાવીને પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ(Russia Natural Gas)નો સપ્લાય અટકાવવાનો નિર્ણય કર્યો છે.ગત મહિને પુતિને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદનારા દેશોને સ્પષ્ટ આદેશ કર્યો હતો કે રશિયન કરન્સી રૂબલમાં જ ચૂકવણી(Ruble Payment) કરવાની રહેશે. જોકે યુરોપિયન દેશોએ પુતિનની આ વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.જેને પગલે હવે પુતિને કડકાઈ રાખીને યમલ કોન્ટ્રાકટ હેઠળ નિર્ધારિત કરેલ ગેસ સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે.આ અહેવાલ બાદ કુદરતી ગેસના બજારમાં ભડકો જોવા મળ્યો છે.યુરોપિયન નેચરલ ગેસનો ભાવ બુધવારે સવારના સત્રમાં 24% ઉંચકાયો છે.યરોપિયન બજારમાં બેંચમાર્ક ઈન્ડેકસ 24% ઉંચકાઈને 1લી એપ્રિલ બાદ પ્રથમ વખત 127.50 યુરો પ્રતિ મેગાવોટ હવરના રેકોર્ડ લેવલે પહોંચ્યું છે.

પોલેન્ડ અને બલ્ગેરિયાએ સ્વીકાર્યું છે કે રશિયાની દિગ્ગજ એનર્જી કંપની ગાજપ્રોમ (Gazprom)એ ગેસ સપ્લાય અટકાવી દીધો છે.પોલેન્ડની ગેસ કંપની PGNIGએ જણાવ્યું કે, રશિયાએ યમલ-યુરોપ પાઈપલાઈન દ્વારા થતી ગેસની ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.જ્યારે બલ્ગેરિયાના ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે રશિયા તુર્કસ્ટ્રીમ પાઈપલાઈન દ્વારા બલ્ગેરિયાને પહોંચતો ગેસનો પુરવઠો બંધ કરી રહ્યું છે.

શું છે રૂબલ પેમેન્ટ વિવાદ :
રશિયા-યુક્રેન વિવાદ પૂર્વે તમામ યુરોપીય દેશો આશરે 60 ટકા ચુકવણી યુરો દ્વારા અને બાકીની ડોલરમાં કરતા આવ્યા હતા.યુક્રેન સાથેના વિવાદ બાદ પુતિને આ ચૂકવણી સંપૂર્ણપણે રૂબલ દ્વારા કરવાની માંગણી કરી હતી.આ મામલે યુરોપિયન દેશના નેતાઓએ તેને પૂર્વ નિર્ધારિત શરતનું ઉલ્લંઘન ગણાવીને તેઓ રૂબલ દ્વારા પેમેન્ટ નહીં કરે તેમ કહ્યું હતું.પોલેન્ડ વાર્ષિક 9 બિલિયન ક્યુબિક મીટર જેટલા રશિયન ગેસની આયાત કરે છે.તેના દ્વારા દેશની આશરે 45 ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે.

યુરોપિયન દેશોનું વલણ ઝુંક્યું
રશિયાએ બે દેશો પર આકરા પ્રતિબંધો લાદતા અન્ય યુરોપિયન દેશો સફાળા જાગ્યા છે અને રૂબલમાં ચૂકવણીમાં સહમત થયા છે.અહેવાલ અનુસાર હંગરીએ ગાજપ્રોબેંકમાં યુરો સામે રૂબલ આપીને રશિયન ગેસ માટે રૂબલમાં જ ચૂકવણી કરશે.આ સિવાય ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેયિયન OMVએ પણ રશિયન ગેસનું રૂબલમાં પેમેન્ટ કરવાની તૈયારી દર્શાવી છે.કડક વલણ અપનાવતા જર્મનીએ પણ હવે અંતે ઢીલાશ રાખીને ગેસની ચૂકવણી રૂબલમાં કરવાની તૈયારી દર્શાવી છે.

જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, વિસ્ફોટકોનો જથ્થો જપ્ત
જિલ્લા પોલીસનું ફાર્મ હાઉસોમાં સઘન ચેકિંગ : થર્ટી ફર્સ્ટની તૈયારી કરતાં લોકોમાં ફફડાટ
દિલ્હીની વાત : માંઝીનાં ભગવાન રામ વિશેનાં નિવેદનોથી આક્રોશ
મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ, નવનીત રાણાના ઘર બહાર શિવસૈનિકોનો હંગામો
સેલના નામે ઇ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને છેતરી નહીં શકે: સરકારે નિયમો કડક બનાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article હવે પાકિસ્તાન પર ચીન એરસ્ટ્રાઈક કરશે : રીપોર્ટ
Next Article રાણા દંપતીની વધી શકે છે મુશ્કેલી, દાઉદ ગેંગ સાથે સંબંધ હોવાના આરોપમાં નોંધાઈ શકે છે કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up