રશિયાએ યુક્રેનમાં બનેલું વિશ્વનું સૌથી મોટું વિમાન નષ્ટ કર્યું: યુક્રેનના વિદેશ મંત્રી

HM News
2 Min Read

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર : યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું કે,વિશ્વના સૌથી મોટા વિમાનને આજે રશિયન સૈનિકોએ કીવ નજીકના એક એર ફિલ્ડમાં નષ્ટ કરી દીધું છે. માસ્કોએ પોતાના આક્રમણના ચોથા દિવસે પણ પોતાના પડોશી યુક્રેન પર હુમલો ચાલું રાખ્યો છે.વિમાન એએન-225 ‘મરિયા’ (AN-225 ‘Mriya’) જેનો અર્થ યુક્રેનિયનમાં ‘સ્વપ્ન’ થાય છે,તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.તે વિશ્વનું સૌથી મોટું કાર્ગો વિમાન તરીકે જાણીતું હતું.કીવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર આ વિમાનને રશિયાએ ગોળીબાર કરીને કથિત રીતે સળગાવી દીધું હતું.

વિમાનના નષ્ટ થવા પર શોક વ્યક્ત કરતા યુક્રેને પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે,’વિશ્વનું સૌથી મોટું વિમાન મરિયા (ધ ડ્રીમ) કીવની નજીક એક એર ફિલ્ડમાં રશિયન સૈનિક દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું છે.અમે વિમાનનું ફરીથી નિર્માણ કરીશું.અમે એક મજબૂત,સ્વતંત્ર અને લોકતાત્રિંક યુક્રેનના પોતાના સ્વપ્નને પુરુ કરીશું.’

ટ્વીટની સાથે યુક્રેને વિમાનની એક તસવીરને કેપ્શન સાથે પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘તેઓએ સૌથી મોટા વિમાનને સળગાવી દીધુ પરંતુ અમારું મરિયા ક્યારેય નષ્ટ નહીં થશે.’

દિમિત્રો કુલેબા તેમની લાગણીને ઓનલાઈન રજૂ કરી છે.વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે,એએન-225 ‘મરિયા’ વિશ્વનું સૌથી મોટું વિમાન હતું.રશિયાએ અમારા ‘મરિયા’ ને ભલે નષ્ટ કરી નાખ્યું હોય પરંતુ તેઓ ક્યારેય મજબૂત,સ્વતંત્ર અને લોકશાહી યુરોપિયન રાજ્યના અમારા સપનાને નષ્ટ નહીં કરી શકશે.અમે જીતીશું.

વિમાન નિર્માતા કંપની એન્ટોનોવએ જણાવ્યું કે,હાલ તેઓ એ વાતની પૃષ્ટિ નહીં કરી શકે કે,વિમાનની વર્તમાન સ્થિતિ શું છે.વિમાન નિર્માણ કંપનીએ ટ્વીટ કર્યું કે, ‘હાલમાં,જ્યાં સુધી AN-225 નિષ્ણાતો દ્વારા નિરિક્ષણ કરવાનમાં ન આવે ત્યાં સુધી અમે વિમાનની તકનીકી સ્થિતિ વિશે જાણ ન કરી શકીએ.આગળની સત્તાવાર જાહેરાતની રાહ જુઓ.’

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *