By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા
GeneralInternational

રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા

HM News
Last updated: 08/09/2022 8:41 AM
HM News
3 years ago
Share
SHARE

– ચીને 34.9 અબજ યૂરો અને તુર્કીએ 10.7 અબજ યુરોની ખરીદી કરી
– રશિયા આર્થિક દબાણમાં ઝુકીને યુધ્ધમાંથી પીછેહઠ કરી નથી

મોસ્કો,7 સપ્ટેમ્બર,2022,બુધવાર : યુક્રેનના હુમલાના 6 મહિના સુધીમાં રશિયાએ વિવિધ એનર્જી એક્ષપોર્ટ કરીને 158 અબજ ડોલરની આવક મેળવી છે.આ કમાણી યુરોપિય સંઘ દ્વ્રારા થતી આવકનો અડધાથી પણ વધુ હિસ્સો ધરાવે છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો એ પછી યુરોપમાં ક્રુડ,નેચરલ ગેસ અને કોલસાની કિંમતો ખૂબ વધી ગઇ છે.આથી ઉર્જાનો ઓછો પુરવઠો વેચવા છતાં રશિયાને આવક બમણી થઇ છે.

ખાસ કરીને ક્રુડ ઓઇલની નિકાસે રશિયાના ફેડરલ બજેટમાં હુમલા પછી 43 અબજ યુરો ડોલરનું યોગદાન આપ્યું છે.આ નાણાની મદદથી જ રશિયા જંગના મેદાનમાં મજબૂત રહયું છે.યૂરોપિય સંઘે પહેલા કોલસો અને પછી ક્રુડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યુ હતું.જો કે ગેસની આયાત બંધ કરી નહી કારણ કે રશિયાના ગેસ સપ્લાય પર યુરોપિયન દેશોની નિર્ભરતા ખૂબ છે.

રશિયાની આર્થિક મોરચે પૂર્ણ નાકાબંધી શકય બની નથી

સીઆરએઇનું કહેવું છે કે રશિયાએ 6 મહિનામાં યુરોપિય સંઘને 85.1 અરબ યૂરોનું ખનીજ તેલ આપ્યું છે.ત્યાર પછી ચીને 34.9 અબજ યૂરો અને તુર્કીએ 10.7 અબજ યુરોની ખરીદી રશિયા પાસેથી કરી છે.આ પ્રગતિ યુરોપ અને અમેરિકાના દેશોએ રશિયા પર લાદેલા આર્થિક પ્રતિબંધો વચ્ચે હોવાથી નવાઇ લાગે તેવી છે.યુરોપિય સંધ અને અમેરિકા રશિયા પરના આર્થિક પ્રતિબંધોને ક઼ડક બનાવવા પ્રયાસ કરી રહયા છે પરંતુ રશિયાની આર્થિક મોરચે પૂર્ણ નાકાબંધી શકય બની નથી.પશ્ચિમી દેશોએ એવું માનીને આર્થિક પ્રતિબંધ મુકયા હતા કે રશિયા આર્થિક દબાણમાં ઝુકીને યુધ્ધમાંથી પીછેહઠ કરશે પરંતુ એમ થયું નથી.

હંગેરી,પોલેન્ડ,જર્મની,ગ્રીસ,ઇટલી,નેધરલેન્ડ અને ભારત ખરીદે છે ક્રુડ ઓઇલ

રશિયા કુદરતી ગેસ અને તેલની નિકાસમાંથી ભારે કમાણી કરી રહયું છે.પ્રતિબંધોના કારણે ભાવ વધવાથી ઉલટો રશિયાને ફાયદો થયો છે.અમેરિકા,કેનેડા,બ્રિટન અને ઓસ્ટ્રેલિયા રશિયાના ક્રુડ ઓઇલ ખરીદી પર પ્રતિબંધ મુકયો છે જેનું સંપૂર્ણ પાલન કરે છે પરંતુ કેટલાક દેશો એવા પણ છે જેમણે રશિયા સાથેના આર્થિક વ્યહવારો ચાલુ રાખ્યા છે.જયારે હંગેરી,પોલેન્ડ,જર્મની,ગ્રીસ,બુલગારિયા,ઇટલી અને નેધરલેન્ડે પણ ક્રુડની ખરીદી ચાલુ રાખી છે.

ભાજપનું આપકારણ : શહેરમાં વધુ 800 લોકો ‘આપ’માં જોડાયા,ભાજપે કહ્યું, સમસ્યા જલદી સાંભળો
બર્લિનમાં માસૂમ બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ, વડાપ્રધાને પૂછ્યો આ રોચક પ્રશ્ન
યોગી સરકારનો મોટો નિર્ણય: કઈ 11 ઈન્ડસ્ટ્રીઝને ખોલવાની આપી છૂટ
વો કૌન થી?
અયોધ્યાની તર્જ પર મથુરા કોર્ટમાં 13.37 એકર કૃષ્ણ જન્મભૂમિનો કબ્જો મગાયો
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ટ્રમ્પ ફરી મેદાનમાં, કહ્યું- ‘હું દરેક સર્વેમાં આગળ’
Next Article ઈઝરાયેલે સ્વીકાર્યું કે તેની ગોળીથી પત્રકાર શીરીન અબુ અકલેહનું થયું મોત પણ સૈનિકને સજા નહીં કરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up