મોસ્કો : રશિયાના પ્રેસિડન્ટ પુતિન વિરુદ્ધ મોસ્કોમાં ગઈકાલ બુધવારે દેખાવો થયા હતા.જે અંતર્ગત 500 જેટલા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.જેઓ હાથમાં બેનર સાથે બંધારણમાં કરાયેલા સુધારાનો વિરોધ કરી રહ્યા હતા. તેઓએ મોઢા ઉપર પણ ‘ નો ‘ લખેલા માસ્ક પહેર્યા હતા.દેખાવકારો પૈકી અનેકની ધરપકડ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે રશિયાના બંધારણમાં તાજેતરમાં કરાયેલા સુધારા મુજબ વર્તમાન પ્રેસિડન્ટ પુતિન વધુ 16 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. જે સુધારાનો વિરોધ થઇ રહ્યો છે.


