– રશિયામાં કોરોના વાયરસના 1 લાખથી વધારે કેસ નોંધાયા છે
મોસ્કો,
રશિયામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.હવે દેશના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.ત્યાંજ દેશમાં ગુરુવાર સુધી એક લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને મૃત્યુઆંક 1000ને પાર પહોંચ્યો છે. અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.
આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા મિખાઈલનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે ગુરુવારે પોઝિટિવ આવ્યો છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં મિખાઈલે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલ વડાપ્રધાન પદ પરથી હટી રહ્યા છે.તેમણે આંદ્રે બેલુસોવને કાર્યકારી વડાપ્રધાન બનાવવાની સલાહ આપી હતી જેને પુતિને માની લીધી હતી.
અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.જો કે હવે તેઓ સાજા થઈ ગયા છે અને કામ પર પરત ફરી ગયા છે.દુનિયાભરમાં કોરોના વાયરસના 32,32,612 કેસ નોંધાયા છે. જ્યારે 2,30,119 લોકોએ આ જીવલેણ બીમારીને કારણે જીવ ગુમાવ્યા છે.