રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી એક અજ્ઞાત બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતા આઠ લોકોના મોત અને 6 લોકો ઘાયલ થયા છે.તો જીવ બચાવા માટે કેટલાંય વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ પરથી છલાંગ મારી.હજી સુધી એસ્પષ્ટતા થઇ નથી કે પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર થયેલો હુમલો આતંકી છે કે નહીં.અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને પકડીને મારી નાંખ્યો છે.
હુમલા બાદ યુનિવર્સિટીમાંથી એક હૃદય કંપાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમા વિદ્યાર્થી બિલ્ડિંગની બારીમાંથી નીચે કૂદતા જોવા મળી રહ્યા છે.તો કેટલાકં વિદ્યાર્થીઓ પોતાને ઓડિટોરિયમમાં લોક કરી દીધા.હુમલાખોરના ડરથી વિદ્યાર્થીઓએ આવું કર્યું.
ઉલ્લેખનીય છે કે રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે.અહીં દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવે છે.રશિયામાં પહેલાં પણ આતંકી હુમલા થઇ ચૂકયા છે.ચેચન્યામાં થોડાંક વર્ષ પહેલાં કેટલાંય આતંકી હુમલા થયા હતા.રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ એલર્ટ રહે છે.


