લેબોનોન, તા. 19. માર્ચ. 2022 શનિવાર : રશિયા અને યુક્રેનના જંગના કારણે મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં ઘઉંની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
મોટાભાગના દેશો પોતાના ઘઉં રશિયા અને યુક્રેન પાસે ખરીદે છે પણ યુધ્ધના કારણે હવે તેમનો ઘઉંનો સપ્લાય બંધ થઈ ગયો છે.જેમાં લેબેનોનનો પણ સમાવેશ થાય છે.લેબોનોન પોતાનો 60 ટકા હિસ્સો યુક્રે્ન અને રશિયા પાસે ખરીદે છે.જોકે હવે લેબેનોન સામે મોટુ સંકટ ઉભુ થયુ છે અને તેણે ભારતની મદદ માંગી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે લેબોનોના વેપાર મંત્રી અમીન સલામે લેબોનોન સ્થિત ભારતના રાજદૂત ડો.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરીને લેબોનોની મદદ માટે અપીલ કરી છે.
બાદમાં અમીન સલામે કહ્યુ હતુ કે,ભારત પાસે ઘઉંનો પૂરતો ભંડાર છે અને તેણે લેબનોનને ઘઉં પૂરા પાડવાની ખાતરી આપી છે.
લેબોનોન પોતાનુ અન્ન સંકટ દુર કરવા માટે તુર્કી સાથે પણ વાતચીત કરી રહ્યુ છે.લેબેનોન દર મહિને 50000 ટન ઘઉં ખરીદે છે પણ રશિયા અને યુક્રેન વચ્ચેના જંગના કારણે ઘઉંના પૂરવઠા પર અસર પડી રહી છે.