– યુક્રેન અને રશિયા વચ્ચે તુર્કીમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે નાગરિકો પરના રશિયાના હુમલાને ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ્સ ગણાવ્યા ટ્વિટરે રશિયાની સેન્સરશિપ અને સર્વેલન્સને બાયપાસ કરવા માટે તેની સાઇટ પર પ્રાઇવસી પ્રોટેક્ટેડ વર્ઝન લોન્ચ કર્યુ
વોશિંગ્ટન : બાઇડેનના વહીવટીતંત્રએં ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનમાં ધાર્યા મુજબના પરિણામ ન મેળવી શકે તો રાસાયણિક કે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.તેની સાથે તેમણે રશિયાના તે દાવાને નકારી કાઢ્યો હતો કે યુક્રેન રાસાયણિક શસ્ત્રો વિકસાવી રહ્યું છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે રશિયા આ પ્રકારના આરોપો મૂકીને યુક્રેન પર રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો તખ્તો તૈયાર કરી રહ્યું છે.યુક્રેનના માર્યુપોલ શહેરમાં આવેલી મેટરનિટી હોસ્પિટલ પર રશિયાના હુમલામાં ત્રણના મોત થયા હતા અને સત્તરને ઇજા થઈ હતી.આ ઉપરાંત શહેરના પશ્ચિમે આવેલી બીજી બે હોસ્પિટલ પર પણ બોમ્બ પડયા હતા.
યુક્રેનના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે મોસ્કો અને કીવના ટોચના રાજદ્વારીઓ વચ્ચે થયેલી મંત્રણામાં કોઈ પ્રગતિ થઈ નથી.યુક્રેનના વિદેશપ્રધાન દમિત્રો કુબેલાએ જણાવ્યું હતું કે તેમણે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ સાથે ટર્કીમાં માનવતાવાદી કોરિડોર રચવા પર ચર્ચા કરી હતી.
પણ તેમણે રશિયામાં બેઠેલા બીજા નિર્ણય લેનારાઓ સાથે ચર્ચા કરવી પડે તેમ લાગે છે.જો કે લાવરોવ યુદ્ધની સાથે ઊભી થયેલી માનવીય ત્રાસદીઓ અંગે વિચારવા સંમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે મોસ્કો યુદ્ધવિરામ માટે તૈયાર નથી,તે યુક્રેન શરણાગતિ સ્વીકારે તેમ ઇચ્છે છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ઊભો થયેલો નવો ભય ફૂડ સિક્યોરિટીનો છે.રોગચાળા પહેલા પણ વિશ્વની સિૃથતિ સારી ન હતી અને તેમા પણ આ યુદ્ધના લીધે પરિસિૃથતિ વધારે પ્રમાણમાં વકરશે.ટ્વિટરે રશિયાની સેન્સરશિપ અને સર્વેલન્સને બાયપાસ કરવા માટે તેની સાઇટ પર પ્રાઇવસી પ્રોટેક્ટેડ વર્ઝન લોન્ચ કર્યુ છે.
રશિયાએ તેને ત્યાં ફેસબૂકને બ્લોક કર્યુ છે અને ટ્વિટરનું એક્સેસ મર્યાદિત કરી દીધું છે,જેથી યુદ્ધ અંગેની માહિતી વધારે ફેલાય નહી.અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે યુક્રેન યુદ્ધમાં મેટરનિટી હોસ્પિટલ સહિત નાગરિકો પર બોમ્બ હુમલા સામે આંતરરાષ્ટ્રીય વોર ક્રાઇમ તપાસ શરૂ કરવાનું આહવાન કર્યુ છે.તેમણે રશિયાના યુક્રેનના સામાન્ય નાગરિકો પરના હુમલાને વોરક્રાઇમ ગણાવ્યા હતા.