મુંબઇ, તા. 24 ફેબ્રુઆરી 2022, ગુરૂવાર : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રજોગ સંદેશમાં યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપતા વિશ્વભરના બજારો પર તેની અસર જોવા મળી રહી છે.ભારતમાં નિફ્ટી 514 પોઇન્ટ, સેન્સેકસ 1829 પોઇન્ટ ઘટીને ખુલ્યા છે.
ગુરુવારે શેરબજરમાં મોટો કડાકો જોવા મળે એવી શક્યતા છે.અમેરિકન બજારો ત્રણ ટકા જેટલા ઘટી બંધ આવ્યા છે.નિફ્ટી સિંગાપોર ફ્યુચરમાં 333 પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.ક્રૂડ ઓઇલ 98 ડોલરની સપાટીએ છે.
ક્રૂડ 100 ડોલર,ડાઉ જોન્સ ફ્યુચર 500 પોઇન્ટ તૂટ્યો છે. હેંગ સેંગ્ 600 પોઇન્ટ તૂટ્યો છે અને નિફ્ટી 16700ની નીચે ખૂલે એવી શક્યતા છે.400 પોઈન્ટનો કડાકો સેન્સેકસમાં 1500 પોઇન્ટ ઘટાડો જોવા મળે એવી શક્યતા છે. વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો 32 ડોલર ઉછળી 1933 ડોલર પ્રતિ ઔંસ પહોચ્યો છે.
આજે બજાર 16800ની નીચે ખૂલે એવી શક્યતા છે.
સવારે 10:15 કલાકે શેરબજારમાં કડાકથી રોકાણકારોની સંપત્તિમાં રૂ.8.13 લાખ કરોડનું ધોવાણ થયું છે.સેન્સેક્સની બધી કંપનીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.2840 શેરમાં ઘટાડા સામે માત્ર 243માં વૃદ્ધિ એટલે દર એક વધેલા શેર સામે 10માં ઘટાડો થયો છે.સર્વત્ર વેચાણ જોવા મળી રહ્યું છે.એન એસ ઈ ઉપર દરેક ક્ષેત્રના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.બેન્કિંગ,રિયલ.એસ્ટેટ,આઇટી અને ઓઈલ એન્ડ ગેસ સૌથી વધુ તૂટયા છે.
રોકાણકારોના 7.5 લાખ કરોડ ધોવાયા
રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને ક્રૂડ પણ ભડકે બળ્યું છે.સેન્સેકસ-નિફટીમાં 3%ના કડાકાની સાથે ક્રૂડ ઉચાળા ભરી રહ્યું છે.વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર નીકળ્યું છે.
આજના શેરબજારના કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં 7.5 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે.
રૂપિયામાં 55 પૈસાનો કડાકો:
વૈશ્વિક અરાજકતાના માહોલ વચ્ચે સેફ હેવન ગણાતા યુએસ ડોલર અને સોનામાં રોકાણ શિફ્ટ થઈ રહ્યું છે.ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયો ગુરૂવારના શરૂઆતી સત્રમાં 55 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
રશિયાના યુક્રેન હુમલાથી આહત થયેલ ભારતીય રૂપિયો 55 પૈસાના ઘટાડે 75.61 પ્રતિ યુએસ ડોલરના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીની ચિંતા હેઠળ હવે આ આંતરરાષ્ટ્રીય સરહદી સમસ્યાઓ અને ક્રૂડનો ઉછાળો રૂપિયાને 77 સુધીના લેવલ સુધી ઘટાડી શકે છે.


