નવી દિલ્હી, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન,ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે ક્વોડ લીડર્સની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.તા. 03 માર્ચ, 2022ના રોજ યોજાનારી આ બેઠકમાં તેઓ હિંદ-પ્રશાંતમાં મહત્વપૂર્ણ વિકાસ અંગે ચર્ચા કરશે. નેતાઓ વોશિંગ્ટન ડીસી ખાતે સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલા શિખર સંમેલન બાદ પોતાની વાતચીત આગળ વધારશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને ક્વોડ એશિયાઈ નાટો છે તેવી ધારણાનું ખંડન કરતા કહ્યું હતું કે,કેટલાક પ્રભાવિત પક્ષો છે જે આ પ્રકારની ઉપમાને આગળ વધારે છે પણ કોઈએ તેમાં ફસાવું ન જોઈએ. 4 દેશોનું આ સમૂહ અધિક વિવિધ અને વિખરાયેલી દુનિયાને જવાબ આપવાની 21મી સદીની પદ્ધતિ છે.