– યુએનમાં રશિયાની સામેના મતદાનમાં ભારત સતત ગેરહાજર રહેવાના કારણે અમેરિકા નારાજ થયું
વોશિંગ્ટનઃ રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડીલના પગલે અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ લૂએ જણાવ્યું હતું કે સીએએટીએ હેઠળ રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ભારત પર પ્રતિબંધ લાદવામાં આવે કે નહી.ભારત રશિયા સામે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનથી દૂર રહ્યુ પછી આ વાત કહી હતી.
આને લઈને ભારતની સાથે અમેરિકન સંબંધોની સુનાવણી દરમિયાન રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંનેએ અમેરિકન સાંસદોની ટીકા કરી છે.લૂએ જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્રએ હજી સુધી ભારત સામે સીએએટીએસએ હેઠળ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો નથી.
તેમણે જણાવ્યું હતું કે હું કહી શકું છું કે ભારત અત્યંત મહત્ત્વનું સુરક્ષા ભાગીદાર છે અને અમે આ ભાગીદારીને આગળ વધારવા ઇચ્છીએ છીએ.
ભારત ૨૦૧૬ પછી પણ રશિયાના શસ્ત્રોનું મોટું આયાતકાર રહ્યું છે.ભારતે તાજેતરમાં જ મિગ-૨૯ લડાકુ વિમાન,હેલિકોપ્ટરો અને ટેન્ક વિરોધી શસ્ત્રોના ઓર્ડર રદ કર્યા છે.તેમણે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રતિબંધ અન્ય દેશોને પણ આમ કરવા પ્રેરિત કરશે.તેમણે જણાવ્યું હતું કે રશિયા વર્તમાન સિસ્ટમ હેઠળ નવું વેચાણ કરવામાં કે ગ્રાહકોને મેઇન્ટેનન્સ પૂરુ પાડવામાં સમર્થ રહે તેમ લાગતું નથી.
લૂએ જણાવ્યું હતું કે મારુ માનવું છે કે આગામી મહિનાઓ અને વર્ષોમાં મોસ્કો પાસેથી મહત્ત્વની શસ્ત્ર પ્રણાલિ ખરીદવી કોઈપણ દેશ માટે અત્યંત આકરી હશે.તેનું કારણ એ છે કે કોંગ્રેસે વ્યાપક નાણાકીય પ્રતિબંધ લાદ્યા છે.મને લાગે છે કે ભારત તે દેશોમાં એક છે જે આ અંગે ચિંતિત છે.