સિડની, તા. 02 માર્ચ, 2022, બુધવાર : સિડની,ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પરથી મળી આવેલા એક નાનકડા જીવે જીવવિજ્ઞાની,શિક્ષાવિદ અને સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે.એક અહેવાલ પ્રમાણે હૈરી હેસ નામની વ્યક્તિ સોમવારે સવારે જોગિંગ કરી રહી હતી તે સમયે તેનાથી એ પ્રાણીને ઠોકર વાગી હતી.શહેરમાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો છે પરંતુ વિચિત્ર દેખાતો આ જીવ પૂર આવ્યું તે વિસ્તારમાં નથી દેખાયું.હેસને તે જીવ સિડનીના ઉપનગર મૈરિકવિલેમાં ફરતું જોવા મળ્યું હતું.
હૈરીએ જણાવ્યું કે, ‘મારૂં મન કહે છે કે,આ કોઈ પ્રકારનું ભ્રૂણ છે પરંતુ કોવિડ,તૃતીય વિશ્વયુદ્ધ અને પૂરની સાથે જે પણ ચાલી રહ્યું છે તેમાં આ જરૂરથી બહારનું હોઈ શકે છે.’ તેણે ઈન્સ્ટાગ્રામ પર તે જીવનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.ફુટેજમાં જોઈ શકાય છે કે,હૈરી પ્રાણીને લાકડી વડે મારે છે પરંતુ તે સ્થિર રહે છે.સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તે જીવને ‘એલિયન’ તરીકે વર્ણિત કર્યું હતું.
એક વ્યક્તિએ અંદાજો લગાવ્યો કે તે શાર્ક ભ્રૂણ હોઈ શકે છે અથવા અન્ય કોઈ સમુદ્રી જીવ.અન્ય એક વ્યક્તિએ તે વિદેશી હોવાની અટકળ લગાવી હતી.
એટલે સુધી કે જીવવિજ્ઞાની પણ આ વિચિત્ર જીવને જોઈને ચોંકી ઉઠ્યા હતા.જીવવિજ્ઞાની એલી એલિસાએ તે જીવનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેની ઓળખ શોધવામાં મદદ કરવા અપીલ કરી હતી.
તેના સંભવિત ઉત્તરમાં કટલફિશ ભ્રૂણ,એક અંકુરિત બીજ,ઉત્પરિવર્તિત ટેડપોલ સહિતની અનેક સંભાવનાઓને નકારી દેવામાં આવી હતી.આ જીવની ઓળખ માટે સિડની વિશ્વવિદ્યાલય અને ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ શિક્ષાવિદ તેની ઓળખ શોધવામાં અસમર્થ રહ્યા હતા.