રસ્તા, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધા નહીં મળતા કડોદના સોની ફળીયાના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે

HM News
1 Min Read

બારડોલી : તાલુકાના કડોદ મીંયાવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ સોની ફળીયામાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી ન હોય રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.ફળીયામાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા સરપંચ સભ્યના ઉમેદવારોએ સમાધાન માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામના સોની ફળિયામાં બુધવારે મોડી સાંજે ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા ગામનો રાજકીય માહોલ ગરમાય ગયો હતો.વોર્ડ નંબર 9માં આવેલા આ વિસ્તારના રહીશોની ફરિયાદ છે કે તેમને રસ્તા,પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવી નથી.અનેક રજુઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે.તેમણે બુધવારે મોડી સાંજે ફળિયામાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી રોષ ઠાલવ્યો હતો.ઉમેદવારોએ મતદારોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *