સુરત શહેરના બમરોલીમાં લુમ્સના કારખાનામાંથી કારીગર શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવ્યો હતો.કારખાના માલિકના કહેવા પ્રમાણે કારીગર મહેશકુમાર કશ્યપ ત્રીજા માળેથી પટકાયો હતો.જ્યારે તેના ચપ્પલ અને મોબાઈલ ટેરેસ પરથી મળી આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
બમરોલીની ઉમા ઇન્ડસ્ટ્રીના એક લુમ્સના કારખાનામાં મહેશકુમાર રમેશચંદ્ર કશ્યપ (ઉ.વ.28) કારીગર તરીકે કામ કરતો હતો.આજે સવારે સવારે 6:30 વાગ્યે કારખાનાના માલિકે મૃતક મહેશનાભાઈ સંજયને જાણ કરી હતી કે,મહેશ ત્રીજા માળેથી પડી ગયો છે.જ્યારે ધાબા પર ચપ્પલ અને મોબાઈલ મળી આવ્યા હતા.108માં સિવિલ લવાયા બાદ મહેશને મૃત જાહેર કરાયો હતો.
એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
સંજયએ જણાવ્યું હતું કે,મહેશનો તેના બે સાથી કારીગરો સાથે ઝઘડો ચાલતો હતો. મહેશ નાઈટ પાળીમાં નોકરી પર જતાં પહેલાં પત્ની સાથે વાત કરી હતી.6 વર્ષનો લગ્ન અને મહેશ એક સંતાનનો પિતા છે.મહેશના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.જ્યારે એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.