સુરત : રાંદેરમાં પાલનપુર પાટિયા ખાતે સોમવારે રાત્રે માતાએ પોતાની પાંચ માસની બાળકીને દુધ પીડાવ્યા બાદ બાળકી મોતને ભેટી હતી.નવી સિવિલથી મળેલી વિગત મુજબ રાંદેરમાં પાલનપુર પાટિયા ખાતે શંકર નગરમાં રહેતી કિરણદેવી રાકેશ દાસ સોમવારે રાતે તેની પાંચ માસની પુત્રી શિવાનીને સ્તનપાન કરાવીને સાથે સુઈ ગયા હતા.બાદમાં મોડી રાત્રે ફરી કિરણદેવીએ બાળકીને સ્તનપાન કરાવીને સુવડાવી દીધી હતી.જોકે આજે વહેલી સવારે બાળકી હલનચલન કરતી ન હતી અને બાળકી નહીં ઉઠતા તેની માતા સહિતના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.અને બાળકીને સિવિલમાં લઇ આવ્યા હતા પણ મૃત જાહેર કરાઇ હતી.બાળાનો પરિવાર મૂળ બિહારના છપરાનો વતની છે.દંપતીને અન્ય બે પુત્ર અને પુત્રી છે.શ્રમિક ફ્રુટની લારી ચલાવે છે.
સિવિલના સિનીયર ડોકટરે કહ્યુ કે રડતુ બાળક શાંત પડયા પછી તેને દુધ કે ખોરાક આપવો જોઇએ.સ્તનપાન વેળા બાળકને પેટમાં હવા જતી હોય છે.તેથી સ્તનપાન બાદ બાળકને ખભા પણ મુકીને હવા ઓડકાર બહાર આવે ત્યાં સુધી પીઠ થાબડવી જોઇએ.બાળકને નાક દબાવી કે બે પગની વચ્ચે દબાવીને ખોરાક કે કશું આપવું જોઇએ નહી.૬ માસ સુધી સ્તનપાન જ કરાવવું જોઇએ.ત્યારબાદ ઉપરનો ખોરાક આપવો અને ત્યારે પણ ચમચીથી ખોરાક આપો ત્યારે બાળકનું માથું ઉંચું કરીને આપવો કે માથાને ટેકો આપવો.બાળક સ્તનપાન કરતું ન હોય તો ડોકટર પાસે લઇ જવું.

