સુરત રવિવારે બપોરે રાંદેર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝનું વેચાણ કરતા ચાર દુકાનોમાં ગાંધીનગરની CID ક્રાઇમે રેડ કરી હતી.ત્યાંથી 14.83 લાખનો માલ પકડી ચારેય દુકાનોનું સંચાલન કરતા બેની ધરપકડ પણ સીઆઈડીએ કરી છે.આ રેડ રાંદેરની દિવ્યા શૂઝ,શરણ શૂઝ,સાંઈ શૂઝ-1 અને સાંઈ શૂઝ-2માં કરાઈ હતી. દુકાનમાંથી 7 બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ શૂઝ અને ટ્રેક,હાફ પેન્ટ સહિતના કપડા મળી 14.83 લાખનો માલ મળ્યો હતો.દુકાનદારો બ્રાન્ડેડ કંપનીના શૂઝ અને કપડાઓ દિલ્હીથી લાવીને વેચતા હતા.સીઆઈડી ક્રાઇમે ડુપ્લીકેટ માલ કબજે કરી દિવ્યા અને શરણ શૂઝના દુકાનદાર પ્રવિણ જયપ્રકાશ શર્મા અને સાંઈ શૂઝ-1 અને 2ના દુકાનદાર નિકલેશ હરીશ જગવાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.


