સ્થાનિક સ્વરાજની ચૂટણી અંગેની તારીખો રાજ્ય ચૂટણી પંચ દ્વારા જાહેર થતાં જ બારડોલી નગરનું રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે બારડોલી નગરમાં 2015માં યોજાયેલ નગરપાલિકાની ચૂટણી સમયે પાલિકામાં 46 હજાર મતદારો હતા જેમાં હાલ અંદાજે 6 હજારના વધારા સાથે 52 હજાર મતદારો નોંધાયા છે.આગામી 21 ફેબ્રુઆરીએ બારડોલી નગરપાલિકાની 9 વોર્ડ માટે 36 બેઠકો પર ચૂટણી યોજાનાર છે ત્યારે નગરમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા પાલિકા પર કબજો મેળવવા માટે પ્રચાર કાર્ય જોર સોરથી શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે.