ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાઈ તેવી વાતો વહેતી થઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ઉત્તર ભારતમાંથી કોંગ્રેસના કોઈ મોટા નેતા ભાજપમાં શામેલ થઈ શકે છે.આ પ્રકારની માહિતી મળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં હલચલ વધી ગઈ છે.જો કે, હજૂ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ક્યા નેતા ભાજપમાં જોડાવાના છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહી શકે છે.
બીજી બાજૂ એક એવી પણ ચર્ચા છે કે, જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ શકે છે.જો આવુ થયુ તો યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આશા માથે પાણી ફરી જશે.સૌથી મોટો ઝટકો લાગી શકે છે.આપને જણાવી દઈએ કે, હાલમાં જ યોજાશે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જિતિન રાજ્યના પ્રભારી હતા,તેમણે પાર્ટીને એક પણ સીટ અપાવી શક્યા નહોતા.


