બારડોલી નગરપાલિકાના નગરસેવકના વાયરલ થયેલા બિભત્સ વીડિયોએ સુરત જિલ્લાના રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચાવી છે.બુધવારે વાયરલ થયેલો વીડિયો ગુરુવારે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.રૂપલલના નિલ ગુપ્તાએ વીડિયો વાયરલ કરતા લાળ પાડું નગરસેવક દક્ષેશ શેઠે સાયબર સેલમાં ખંડણી અને બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.રૂપલલનાએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ 30 હજારની માંગણી કરી હતી. પરંતુ નગરસેવકે રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં લલનાએ વીડિયો વાયરલ કરી દીધો હતો.વધુમાં સાયબર સેલમાં નોંધાયેલા ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.
બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના નગરસેવક દક્ષેશ શેઠનો સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો કોલિંગ પર હસ્તમૈથુન કરતો વીડિયો વાયરલ થતાં હડકંપ મચી જવા પામી હતી.જાહેર જીવન સાથે સંકળાયેલા નગરસેવકે તમામ હદ પાર કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.બીજી તરફ ભાજપ પાર્ટીની આબરૂ ખરડાતા જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈએ દક્ષેશ શેઠને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.દરમિયાન વાયરલ વીડિયો મુદ્દે નગરસેવકે ગુરુવારે મોડી સાંજે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી તપાસ એલસીબીને સોંપી હતી.
નિલમ ગુપ્તાના નામે ફેસબુક રિક્વેસ્ટ આવી અને…
સસ્પેન્ડ થયેલા નગરસેવકે ગુરુવારે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તેમના ફેસબુક પર નિલમ ગુપ્તા નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.કોઈ પરિચિત અથવા ફેસબુક ફ્રેન્ડ સર્કલમાંથી રિકવેસ્ટ આવી હોવાનું માની રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી.ત્યારબાદ તેઓની વચ્ચે ફેસબુક મેસેન્જર પર વાતચીત થઈ હતી. આ વાતચીત વેળા બન્નેએ એકબીજાના વોટ્સએપ નંબરની આપ લે કરી હતી.ત્યારબાદ વોટ્સએપ પર વીડિયો કોલ થકી વાત કરી હતી.
વોટ્સએપ પર વીડિયો કોલિંગ સમયે રૂપલલના નિલમ ગુપ્તાએ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.થોડા સમય બાદ આ વીડિયો વોટ્સએપ પર મોકલાવી 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી. 30 હજાર રૂપિયા આપવાનો ઈનકાર કરતાં લલનાએ દક્ષેશ શેઠનો વીડિયો વાયરલ કરી દીધો હતો.