રાજકોટ : ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રનું આજે નિધન થયું છે.કોરોના સામે છેલ્લા દોઢ માસની લડાઈ બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લાં દોઢ માસથી તેમની સારવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ચાલતી હતી.તેઓ અહીં દાખલ હતા,છેલ્લા કેટલાક સમયથી તેઓ કોમામાં સરી પડ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ગુરુપ્રસાદ મહાપાત્ર 1986ની બેચનાં IAS ઓફિસર હતા.તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે પણ સેવા આપી હતી.છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર હતા. તેઓ કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા.આ અગાઉ તેઓ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન રહ્યા હતા.તેઓ તેમની અસરકારક કામગીરી માટે જાણીતા હતા.