રાજકોટ : ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે.સવારે 9 વાગે અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ.રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો માટે મતદાન થયું હતું.રાજકોટ મનપામાં બહુમત માટે 37 બેઠકોની જરૂર છે. રાજકોટના વોર્ડ નંબર 4માં ભાજપની જીત થઈ છે.
18 વોર્ડમાં 273 ઉમેદવારો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 18 વોર્ડની 72 બેઠકો માટે કુલ 273 ઉમેદવારો મેદાનમાં છે. 21 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું.અત્રે જણાવવાનું કે આ વખતની રાજકોટ મનપા ચૂંટણીમાં 2015ની ચૂંટણી કરતા એક ટકો મતદાન વધારે નોંધાયું હતું. ગત ચૂંટણીમાં રાજકોટ મનપા માટે 49.53 ટકા મતદાન નોંધાયું હતું.
વર્ષ 2015માં ભગવો લહેરાયો હતો
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી.રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પર ભાજપે 40 બેઠક જીતી હતી.કોંગ્રેસે 32 બેઠકો જીતી હતી.