રાજકોટના કોટડાસાંગાણીના રામોદ ગામમાં રહેતી દલિત યુવતીનું ભાજપના અગ્રણીના પુત્રએ મિત્રોની સાથે મળીને અપહરણ કરી તેના પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાએ અમિત પડારીયા, વિપુલ સેખડા અને શાંતિ પડારીયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તમામની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પીડિતાએ ઘટના પછી પોતાના પર વીતેલી આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી.
પીડિતાએ જણાવ્યું હતું કે, સવારની એકલી જ ઘરે હતી. પિતા રીક્ષા લઇને ફેરા કરવા માટે ગયા હતા, માતા લગ્નમાં ગયા હતા અને બંને ભાઈ કામ કરવા ગયા હતા. બપોરે એકથી દોઢના સમયમાં હું વાસણ સાફ કરતી હતી ત્યારે કાર લઇને ત્રણ લોકો આવ્યા હતા અને તેમને મને કહ્યું કે, આ પેપેર તારા પિતાને આપી દેજે. હું જ્યારે ઘરની બહાર પેપર લેવા માટે આવી એટલે તેમને મારો હાથ પકડીને મને ધક્કી મારીને ગાડીમાં નાંખી દીધી હતી. ત્રણ લોકો હતા અમિત પડારીયા, વિપુલ સેખડા અને શાંતિ પડારીયા આ ત્રણ લોકો આવ્યા હતા.
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, સફેદ કલરની કાર હતી. પછી મને ક્યા લઇ ગયા એ મને ખબર નથી. આ ત્રણેય લોકોએ મારી સાથે રેપ કર્યો છે. રેપ કરીને આ લોકો મને અમારા ઘરની આગળની શેરીમાં ધક્કો મારીને નાંખી દીધી હતી અને મને અમિત પડારીયાએ રિવોલ્વર બતાવીને કહ્યું કે, આ વાત તું કોઈએ કહેતી નહીં કહીશ તો તારા ભાઈને અને પરિવારને મારી નાંખીશું. હું ભાજપનો મહામંત્રી છું અને આખી ભાજપ સરકાર મારી છે. કોઈ મારું કઈ કરી નહીં લે.