– બે પેઢીનાં નામે કરોડોનાં બોગસ વ્યવહારો થયાનું ખુલ્યું
રાજકોટ, : વાસ્તવિક ચીજોની લેવડ દેવડનાં બદલે માત્ર કાગળ પર ખરીદ- વેચાણનાં વ્યવહારો બતાવી કરોડોની કરચોરી કરવામાં આવી રહી હોવાનું વધુ એક કૌંભાડ બહાર આવ્યુ છે. રાજકોટ અને ધોરાજીમાં બે પેઢીમાં તપાસ દરમિયાન આશરે રૂ. ૧૦૦ કરોડનાં બોગસ વ્યવહારો અને આશરે ર૦ કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.આ કેસમાં સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈ ની ટીમે એક શખ્સની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ અને આસપસાનાં વિસ્તારમાં અગાઉ જુલાઈમાં બોગસ બિલીંગનાં બહાર આવેલું કોૈંભાડમાં આશરે ૭૦૦ કરોડનાં ફેક ટ્રાન્જેકશન બહાર આવ્યા હતા અને પેઢીનાં સંચાલક એવી ત્રણ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.આાશરે ૪૦ જેટલા સ્થળો પર ચેકીંગની ધોેંસ બોલાવીને વિભાગે કરચોરીનું મોટુ કોૈંભાડ ઝડપી લીધુ હતુ.આ કોૈંભાડની તપાસમાં બહાર આવેલી માહિતીને આધારે તાજેતરમાં રાજકોટ અને ધોરાજીમાં દરોડા પાડીને પ્લાસ્ટિક મટીરીયલ્સનાં નામે વ્યવહારો કરતી પેઢીમાં તપાસ હાથ ધરાઈ હતી.
ડીજીજીઆઈનાં સતાવાર સૂત્રોએ જણાંવ્યુ હતું કે રિયા પોલીમર્સ અને રિયા ઈન્ટરનેશનલ પેઢીનાં નામે બોગસ ખરીદ – વેચાણનાં વ્યવહારો થયાનું તપાસમાં બહાર આવ્યુ છે જેનાં પગલે પેઢીનાં સંચાલન સાથે જોડાયેલા પરેશ ધામેલીયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પેઢીએ જે વેપારીઓ અને ઉત્પાદકો સાથે વ્યવહારો કર્યા હોય ે તેને ફોકસ કરીને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં બહાર આવેલા બોગસ બિલીંગ કોૈંભાડમાં અત્યાર સુધીમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. હજુ વધુ ખુલાસાઓ આ પ્રકરણમાં આગામી દિવસોમાં થાય તેવી શકયતા છે