By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોટમાં વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા અમદાવાદનાં ASI સહિત 3 ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટમાં વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા અમદાવાદનાં ASI સહિત 3 ઝડપાયા
GeneralSaurashtra

રાજકોટમાં વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા અમદાવાદનાં ASI સહિત 3 ઝડપાયા

HM News
Last updated: 21/10/2020 7:40 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ: સમગ્ર ગુજરાત ભરમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે.છતાં વર્ષે કરોડોનો દારૂ ગુજરાતમાં વેંચાય છે.બીજીતરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે.પરંતુ રાજકોટમાં ઉલ્ટી ગંગા સમાન ઘટના સામે આવી છે.દારૂની બદીને દૂર કરવાની જવાબદારી જેના શિરે છે તેવી પોલીસનાં કર્મચારી દારૂની કારનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે.એસઓજીએ હેરાફેરી કરતા ASI કક્ષાના અધિકારી સહિત ત્રણ આરોપીને વિદેશી દારૂ સહિત 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ,એસઓજી પોલીસને વિદ્યાનગર રોડ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળી હતી.જેને આધારે વોચ ગોઠવી પોલીસે બાતમી મુજબની બે કાર નીકળતા જ બંનેને અટકાવી તલાશી લીધી હતી.આ દરમિયાન સિયાઝ કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 72 બોટલો સાથે મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ્ય નામનો એક શખ્સ ઝડપાયો હતો.

જ્યારે બીજી મારૂતિ સ્વીફ્ટ કારમાં અમદાવાદ ખાતે આઈ-ડીવીઝનમાં ટ્રાફિક ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અન્ય એક આરોપી કૃણાલ હસમુખભાઇ શાહ સાથે મળીને સિયાઝ કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.જેને લઈ એસઓજીએ ત્રણેયને ઝડપી લીધા છે.આરોપીઓનાં કોવીડ ટેસ્ટ અંગેનો રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કાબુલ હુમલામાં ખુલ્યું પાક. કનેક્શન! નરસંહાર માટે ISISનો આતંકી ફારુકી જવાબદાર હોવાની આશંકા
જૂની નોટો બદલી આપવાની લાલચ આપી 67 લાખની છેતરપિંડી
અમદાવાદમાં બોગસ વોટિંગનો વીડિયો વાઈરલ, મત કુટિર સુધી જઈ પ્રિસાઈડિંગ ઓફિસરે મતદારને આંગળી ચિંધી, ભાજપની સ્લીપ સાથે લોકો બુથમાં ઘુસ્યાં
અંકલેશ્વર સ્થિત પ્લાસ્ટોકોન કંપનીમાં શ્રમિકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાય
એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI માત્ર 27.4 રહ્યો, 15 વર્ષના તળિયે
Share This Article
Facebook Email Print
Previous Article ‘ હાથરસ કાંડ ‘ : ઉત્તર પ્રદેશ સરકારથી નારાજ વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
Next Article પાકિસ્તાનના કરાચી શહેરમાં મોટો ધડાકો, ત્રણ લોકોનાં મોત, 15 થી વધુ ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up