– વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા.
રાજકોટ : ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે.રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો માટે મતદાન થયું હતું.રાજકોટ મનપામાં બહુમત માટે 37 બેઠકોની જરૂર છે.હાલ જે મતગણતરી ચાલી રહી છે તેમાં ભાજપને જંગી બહુમતી મળતી જોવા મળી રહી છે.જો કે વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે જીત્યા. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા.
વોર્ડ નંબર 1માં ભાજપ જીત્યું
રાજકોટના વોર્ડ નંબર1માં ભાજપની પેનલે જીત મેળવી ડો. અલ્પેશ મોરજરીયા , દુર્ગાબા જાડેજા , ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત.
વોર્ડ નંબર 8માં ભાજપની જીત
ભાજપે વોર્ડ નંબર 8માં ભવ્ય જીત મેળવી છે. વોર્ડ નં.8માં ભાજપના ઉમેદવાર અશ્વિન પાંભરને 16752, ડો.દર્શના પંડ્યાને 15742, પ્રીતિ દોશીને 14464 મત, બિપિન બેરાને 14338૮ મત વિરાણી હાઈસ્કૂલથી વિજય સરઘસ
વોર્ડ નંબર 7,13માં ભાજપની જીત
રાજકોટના વોર્ડ નંબર 7 અને 13માં ભાજપની પેનલની જીત થઈ છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે 14, 17, 18ના પરિણામ બાકી છે. 7,13,14,17,18 ની જવાબદારી ગોવિંદ પટેલની હતી.
24 બેઠકો પર ભાજપની જીત
રાજકોટમાં 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. 8 બેઠક પર ભાજપ આગળ છે અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે.


