વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે.જેમાં અતિ ચર્ચાસ્પદ ગોંડલ બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગીતાબાની જાડેજા 40 હજારથી વધુ મતોની લીડ સાથે ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે.ત્યારે સમગ્ર ગોંડલમાં દિવાળી જેવો માહોલ છવાયો છે.અને ઠેર-ઠેર શરણાઈઓ વગાડી,ફટાકડા ફોડી અને મીઠા મોઢા કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ તકે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જનતા જનાર્દનની અદાલતમાં અમુક વિસ્તારને પોતાનો ગણાવતા લોકોના દસ્તાવેજો રદ્દ થયા છે.
ગોંડલ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા 40 હજાર કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.અને તેમની જીતની ઔચારિક ઘોષણા જ બાકી છે.ત્યારે જીતની ઘોષના પૂર્વે જ ગોંડલમાં ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી છે.જેમાં ભવ્ય વિજય સરઘસ સાથે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવરાવી ભાજપનાં કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.આ પહેલા ગીતાબા જાડેજાનાં પુત્ર ગણેશે 50 હજાર મતોથી માતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જે યથાર્થ હોવાનું લાગતા ગોંડલનાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમગ્ર મામલે ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય અને ગીતાબાનાં પતિ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બેઠકના પરિણામો પર સૌકોઈની નજર હતી.અને આજે જનતા જનાર્દને સાબિત કરી આપ્યું છે કે તેઓ હંમેશા વિકાસની સાથે રહેશે. રિબડા સહિત કેટલાક લોકોએ આ વિસ્તાર મારો તેવા દસ્તાવેજો કર્યા હતા.પરંતુ જનતા જનાર્દનની અદાલતમાં આ દરસ્તાવેજો રદ્દ થઈ ચૂક્યા છે.કોરોના કાળમાં અમારા કાર્યકરોએ દરેક લોકોની પોતાના પરિવારની માફક સેવા કરી હતી,જેનો બદલો આજે જનતાએ આપ્યો છે.આ જીતનો શ્રેય તેમણે ગોંડલની પ્રજા અને પોતાના કાર્યકરોને આપ્યો હતો.


