રાજકોટ કોર્ટના કમ્પાઉન્ડમાંથી 2 આરોપી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે.દિલીપ જેબલિયા અને પ્રદીપ ખાચર નામના આરોપીઓ ફરાર થયા છે.કોર્ટે બંને વિરુદ્ધ જામીન લાયક વોરંટ ઈસ્યુ કર્યું હતું.અગાઉ મુદ્દતે હાજર ન થતા કસ્ટડીની સૂચના આપી હતી. કસ્ટડીની મોખિક સૂચના આપતા જ આરોપી ફરાર થયા છે.
સાયલાના નાગડકા ગામે ફાયરીંગ કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અને જામીનને વોરંટ ઇસ્યુ થતા રાજકોટ સેસન્સ કોર્ટમાં હાજર થાય બાદ ફોનમાં વાત કરવાના બહાને ચકમો આપી બંને ભાગી જતા પ્રનગર પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવાઈ છે.શહેર પોલીસ હેડ ક્વાટરમાં ફ્રજ બજાવતા એ.એસ.આઈ.દીપકભાઈ આપાભાઈ બામટાએ પ્રનગર પોલીસ મથકમાં સાયલાના નાગડકા ગામના દિલીપભાઈ જીલુભાઈ જેબલીયા અને પ્રદીપભાઈ બહાદુરભાઇ ખાચર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દિલીપ જેબલીયાએ નાગડકા ગામે 2018માં ફાયરીંગ કર્યા હોય જીવલેણ હુમલાના ગુનામાં આરોપી હતો અને પ્રદીપ તેનો જામીન હતો.પરંતુ બંને સમન્સમાં હાજર થતા ન હતા.
આજે બંને જામીનલાયક સમન્સમાં સેસન્સ કોર્ટમાં હાજર થતા જજ સાહેબે કોર્ટ કસ્ટડીમાં લેવાનો મૌખિક હુકમ કરતા બંનેને પોલીસ કસ્ટડીમાં બેસાડયા હતા દરમ્યાન ફેનમાં વાત કરતા કરતા લઘુશંકા કરવા જવાના બહાને દિલીપ પાછળ ગયો હતો.
દીપકભાઈએ પીછો કરતા ધક્કો મારી દિલીપ જેબલીયા ભાગી ગયો હતો જેનો બાઇકથી પીછો કર્યો હતો, પરંતુ મળી આવેલ ન હતો દરમ્યાન જામીન તરીકે આવેલ પ્રદીપ પણ તકનો લાભ લઇ નાશી છૂટયો હોય બંને સામે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.


