રાજકોટ : પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર સંદીપ હેમચંદ્ર જોષી 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે.રૂપિયા 25 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા છે.વીંછીયા તાલુકાના અજમેરપરા ગામે પમ્પ હાઉસના કામનું બિલ પાસ કરવા 7 ટકા લાંચની કરી હતી માંગણી કરી હતી. 45 હજારની લાંચ માંગણી બાદ અંતે 25 હજાર લાંચ માટે કર્યું હતું સેટલમેન્ટ કર્યું હતું.
વીંછીયા તાલુકાના અજમેરપરા ગામે પમ્પ હાઉસના કામનું રૂ. 6.48 લાખની રકમનું બીલ મંજૂર કરવા માટે 7 ટકા લેખે રૂ. 45 હજારની લાંચ માગ્યા બાદ 25 હજારમાં નક્કી થયું હતું.આ રૂપિયા લેવા માટે રેસકોર્સ રીંગ રોડ પર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં ઇજનેર આબાદ ઝડપાઈ ગયો હતો.
રાજકોટ પાણી પુરવઠા વિભાગ-વિંછીયાના નાયબ કાર્યપાલકને ઇજનેરને લાંચ રુશ્વત વિરોધી શાખાએ રેસકોર્સ રિંગ રોડ પાસેથી 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાનાં અજમેરપરા ગામમાં મંજૂર થયેલા આરસીસી પમ્પ અને પાઈપલાઈન નાખવાના કોન્ટ્રાક્ટનું રૂા. 6.48 લાખના બીલને મંજૂર કરવા માટે 7 ટકા લેખે 45 હજારની લાંચ માગી હતી અને અંતે 25 હજારની લાંચ લેવાનું નક્કી થયા બાદ એસીબીના પીઆઈ આર.આર. સોલંકી અને તેમની ટીમે 25 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેરને રંગેહાથ ઝડપી લીધો હતો.
કોન્ટ્રાક્ટરે રાજકોટ એસીબીમાં કરેલી ફરિયાદમાં વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં આરસીસી પમ્પ 50 હજાર લીટર તથા બે-બે મીટર સાઇઝનું પમ્પ હાઉસ, 3250 પીવીસી પાઇપલાઇન નાખવાનું ટેન્ડર, 6.48 લાખનું મંજૂર થયા બાદ તેનું કામ કેન્ટ્રાક્ટરે શરૂ કર્યું હતું અને ગત તા. 29-11-21ના રોજ પૂર્ણ કરેલ હોય જે કામનું પ્રથમ બીલ નેટ રકમ રૂ. 2.80 લાખ કોન્ટ્રાક્ટરની કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા થયયું હતું. બાદમાં કરેલ કામનું બીજું બીલ રૂ. 3.1 લાખનું બાકી હતું.
આ બીલ બાબતે કોન્ટ્રાક્ટરે રાજકોટ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગ વિંછીયાનો ચાર્જ સંભાળતા સંદીપ હેમચંદ્ર જોશીનો સંપર્ક કર્યો હતો ત્યારે રાજકોટનાં જસદણ કચેરીના વિંછીયા પેટા વિભાગના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ જોશીએ કોન્ટ્રાક્ટરને ઓફીસે બોલાવી સિક્યોરીટીની ડીપોઝીટ રિલીઝ કરવા 7 ટકા લેખે 45 હજારની લાંચ માગી હતી. જે રકઝકના અંતે 25 હજારની લાંચનું નક્કી થયું હતું.કોન્ટ્રાક્ટરે રાજકોટ એસીબીમાં કરેલી ફરિયાદના આધારે આજે રેસકોર્સ રીંગ રોડ એરપોર્ટ તરફ જવાના રસ્તે લાંચની રકમ લેવા આવેલા નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ જોશી એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.