[weather_data]
Breaking News
TRENDING NEWS

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો : 9 જેટલા વેપારીઓને 5થી 50 હજારનો દંડ ફટકાર્યો, 9 ધંધાર્થીઓને નોટિસ

[updated_date] [post_views]

Table of Content

રાજકોટ : રાજકોટમાં અખાદ્ય ખોરાકને લઈ મનપાનું ફૂડ વિભાગ ચોમાસાની શરૂઆતથી સઘન કામગીરી કરી રહ્યું છે.ત્યારે આ કામગીરી અંતર્ગત મનપા દ્વારા લેવાયેલા કેટલાક નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થતા જ 9 જેટલા વેપારીઓને રૂ. 5થી 50 હજારનો દંડ ફાટકારવાનું આકરું પગલું લેવાયું છે. સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા નહેરુનગર 80 ફૂટ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ ૧૭ પેઢીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.આ દરમિયાન 8 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.જ્યારે 9 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી છે.

નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડનાં જણાવ્યા મુજબ, ફૂડ વિભાગ દ્વારા ભક્તિનાગર સ્ટેશન પ્લોટમાં આવેલી કિશોર એન્ડ કંપનીમાંથી MICROLITE PREMIUM FAT SPREAD (500 GM)’નો નમુનો લેવાયો હતો.જે લેબોરેટરીનાં રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -રશ્મીકાંત કિશોરકાંત ગોડાને રૂ.10,000/-નો દંડ,ઉપાદક પેઢીના નૉમિની -મહેન્દ્રભાઇ છોટાભાઈ પટેલને રૂ.50,000/-નો દંડ,ઉત્પાદક પેઢી -GAGAR FOODS PVT. LTD.ને કુલ રૂ. 50,000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા માધવ પાર્કની શ્રીજી ડેરી ફાર્મમાંથી ‘ભેસનું દૂધ (લુઝ) નો નમુનો લેવાયો હતો.એ નમૂનાનાં લેબોરેટરી રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.આ અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દીપેશકુમાર શાંતિલાલ મેઘપરાને રૂપિયા 5,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા ભાવનગર રોડ,ચુનારાવાડ ચોકની બાજુમાં આવેલ મુબારક નોનવેજ રેસ્ટોરન્ટ પેઢીમાં ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન 8 કિલો વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરી હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે.જ્યારે બાલક હનુમાન ચોક,પેડક રોડ પર આવેલ વિષ્ણુ ખમણ પેઢીમાં ચકાસણી દરમિયાન 2 કિલો વાસી ઇડલીનો મળતા તેનો સ્થળ પર જ નાશ કરી હાજિનિક કંડીશન જાળવવાની નોટિસ ફટકારવામાં આવી છે.

આ સિવાય ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા નહેરુ નગર 80 ફૂટ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ 17 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. અને આ પૈકી 9 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.તેમજ વેંચાણ થતાં દૂધ,પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે.સાથે જ ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 હેઠળ સદર બજાર રોડ પરનાં બીસ્મિલ્લાહ રેસ્ટોરન્ટમાંથી બોનલેશ ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) અને ઓરબીટ કોમ્પલેક્ષ નજીક આવેલ હુસેની કેટરર્સમાંથી ચિકન બિરીયાની (પ્રિપેર્ડ -લુઝ)નાં નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ 17 સ્થળોએ ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું

(૧)જય મંદિર કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ બાબતે નોટિસ

(૨)જય કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ

(૩)ખોડિયાર કોલ્ડ્રિંક્સ & આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ

(૪)S.S. દાળપકવાન -લાઇસન્સ બાબતે નોટિસ

(૫)સદગુરુ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ

(૬)ભવાની ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ

(૭)શિવ ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ

(૮)બાપા સીતારામ ટી સ્ટોલ -લાઇસન્સ બાબતે નોટિસ

(૯)ખોડિયાર પાન સેન્ટર -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

(૧૦)બારસાના ડેરી ફાર્મ

(૧૧)કૈલાશ ફરસાણ & સ્વીટ

(૧૨)મારુતિ સેલ્સ એજન્સી

(૧૩)હરીયોગી લાઈવ પફ

(૧૪)મિલન ખમણ

(૧૫)મિલન ભેળ હાઉસ

(૧૬)ગિરિરાજ ફાર્મસી

(૧૭)નવનીત ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles