કોરોનાના કેર વચ્ચે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યુ કે,15મી તારીખથી રાજકોટનું માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે.યાર્ડમાં કમિશન એજન્ટ અને વેપારીઓને પાસ આપવામાં આવશે.કમિશન એજન્ટો અને વેપારીઓ ખેડૂતો પાસે જઇ અને પાકની ખરીદી કરશે.તો ખેડૂતોએ યાર્ડ પર જણસી લઇને આવવાનું રહેશે નહીં ત્યારે તાલુકા લેવલે SDM દ્વારા પાસ ઇસ્યુ કરી આપવામાં આવશે.
કોરોના ના કહેર વચ્ચે ઊંઝા એપીએમસીએ નિર્ણય લીધો
કોરોના ના કહેર વચ્ચે ઊંઝા એપીએમસીએ નિર્ણય લીધો છે.એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આગામી દિવસોમાં પણ બંધ રાખવાનું નિર્ણય કરાયો છે. જીરું,વરિયાળી,ઇસબગુલ સહિતના પાકો બાજુના રાજ્યોમાંથી પણ ખેડૂતો લઈને આવે છે પરંતુ ઊંઝા માર્કેટયાર્ડ હાલ પૂરતું શરૂ નહિં કરાય.ત્યારે સરકારનો આગામી આદેશ જાહેર ના થાય ત્યાં સુધી ઊંઝા માર્કેટયાર્ડને શરૂ નહિં કરવામાં આવે.