By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
GeneralSaurashtra

રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

HM News
Last updated: 18/01/2023 9:00 AM
HM News
2 years ago
Share
SHARE

રાજકોટ, તા. 18 જાન્યુઆરી 2023, બુધવાર : દિનપ્રતિદિન લાંચિયાઓની સંખ્યા સતત ને સતત વધી રહી છે કોઈ ને કોઈ કામ માટે લાંચિયાઓ લાંચ માંગતા હોય છે,એવામાં જામનગર એસીબીની ટીમને એક મહત્વની સફળતા મળી છે,જેમાં સીટી સી ડીવીઝન પોલીસ મથક હસ્તકની ઉધ્યોગનગર ચોકીના એ.એસ.આઈ. અને રાજકોટ રૂરલ એસઓજીના એ.એસ.આઈ.એ સંયુક્ત રીતે કરેલ લાંચની માંગણીની સફળ ટ્રેપ થઇ છે.

35,000રુ. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ અંગે એસીબી પાસેથી મળતી વિગતો મુજ્બ આ કામના હમીદભાઇ જુસબભાઇ પરીયાણી,એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી,સીટી-સી ડીવીઝન પો.સ્ટે. જામનગર રહે. જામનગરવાળાએ ફરીયાદીને ધોરાજીમાં પકડાયેલ ઢોરને આપવાના ઇન્જેકશન વાળા ગુન્હામાં તેની સંડોવણી છે પણ તે ગુન્હામાંથી તેનુ નામ કાઢી નાખવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.50,000/ ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.35,000/- આપી દેવાનુ નકકી કરી પરવેજભાઇ સમા,એ.એસ.આઇ., રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. રહે. રાજકોટ જણાવે ત્યારે તે જગ્યાએ પોતાને કે પોતે જણાવે તે વ્યકિતને લાંચની રકમ આપી દેવા વાયદો કરેલ હતો.

લાંચીયા અધિકારીને પકડવામાં એસીબીની સફળ ટ્રેપ

જોકે આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. પોલીસ મથક જામનગર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગતરાત્રીના જામનગર જુના જકાતનાકા પાસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન પરવેજભાઇ સમા,એ.એસ.આઇ.,રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. રહે. રાજકોટ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી,હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી લાંચની રકમ આપી દેવા જણાવેલ તે મુજબ હમીદભાઇ જુસબભાઇ પરીયાણી,એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકીએ પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની રકમ માંગી,સ્વીકારી,પરવેજભાઇ સમા, એ.એસ.આઇ., રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. લાંચની રકમ મળી ગયા અંગેની જાણ કરી એકબીજાને મદદગારી કરી હમીદભાઇ જુસબભાઇ પરીયાણી,એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી લાંચના રૂ.35,000/- લેતા ઝડપાઇ જઇ ગયો હતો જયારે રાજકોટ ગ્રામ્ય એસઓજીમાં ફરજ બજાવતા પરવેજભાઇ સમાને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.સમગ્ર કાયર્વાહી રાજકોટ એસીબી મદદનીશ નિયામક વી.કે.પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ.એન.આર.ગોહિલ તેમજ ટીમ જામનગર દ્વારા કરવામાં આવી છે.

આ 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા ‘બિગ બુલ’ છેઃ ‘સામના’ દ્વારા બંડખોરો પર પ્રહાર
9/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખૂંખાર આતંકી બન્યો અલ કાયદાનો નવો વડો
સુરત જિલ્લા LCBમાં થયા મોટા ફેરફાર, લાંબા સમયથી LCBમાં આવવા મથતા એક જમાદારનું સપનું રોળાયું
ઉત્તરાખંડ: પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના મોત
પોલીસે ખોટી રીતે મારી કોલ ડિટેલ અને લોકેશન કઢાવી બંધારણીય અધિકારોનો ભંગ કર્યો : રિપોર્ટર
Share This Article
Facebook Email Print
Previous Article ફરી વાર ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાની સરકારની ખોલી પોલ, આ મુદ્દે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
Next Article હત્યા કે આત્મહત્યા ? સુરતના હજીરામાં 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પરિવારને પોલીસે અટકાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up