આપણે ઘણીવાર સામાન્ય સાંભળ્યું હોય છે કે સામાન્ય માણસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે.પરંતુ હાલમાં જ સામે આવ્યું છે કે,રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંઘનું ફેસબુક એકાઉન્ટ અજાણ્યા શખ્સોએ હેક કર્યુ છે.અજાણ્યા હેકરે કેટલાક લોકો પાસેથી રૂપિયાની માંગણી કરી.સંદિપસિંઘે લોકોને સાવચેત કરીને પૈસા ના આપવા અપીલ કરી છે.