– કોરોનાકાળમાં 6 મહિનાથી જીએસટી રિટર્ન ના ભર્યું હોય એવા કરદાતાઓના રજિસ્ટ્રેશન ધડાધડ રદ કરી દેવાયા: સરકારની તિજોરીમાં નુકસાની
રાજકોટ સહિત રાજ્યભરના આશરે 40,000 જેટલા વેપારીઓ ના જીએસટી રજીસ્ટ્રેશન રદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.કરચોરીને ડામવા માટે સરકાર હવે વધુ કડક હાથે કામ લઇ રહી છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી આશરે પોણા બે લાખ વેપારીઓ ના જીએસટી રજીસ્ટ્રેશન રદ કરી દેવાયા છે તેની પાછળનું કારણ એવું નિષ્ણાતો દશર્વિી રહ્યા છે કે બની શકે કે કરદાતાઓનું છેલ્લા 6 મહિના નું જીએસટી રિટર્ન ન ભર્યું હોય તો પણ રદ કરાયું હોય.
આ પૈકી અંદાજે 40000 જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ગુજરાતના વેપારીઓના હોવાની મળી રહી છે.જી.એસ.ટી. હેઠળ સતત છ મહિના સુધી રિટર્ન ન ભરવામાં આવે તો રજીસ્ટ્રેશન રદ્દ કરવાની સત્તા અધિકારીને આપવામાં આવેલ છે. આ સત્તાનો ઉપયોગ કરી દેશભરમાંથી 163000 જેટલા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ પૈકી ગુજરાતના 40000 વેપારીઓના રજીસ્ટ્રેશન રદ થયા હોવાની પણ માહિતી મળી રહી છે.જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરી ડામવાની સમસ્યા સરકાર માટે સૌથી વધુ પડકારજનક રહી છે.આ રિટર્ન ડિફોલટરોમાં ટેક્સ ચોરી થઈ હોવાની સંભાવના અંગે પણ તપાસ થતી હોય છે. સરકારની આવકમાં પણ ખૂબ મોટો ઘટાડો આવ્યો છે.આ કારણે પણ સરકાર વધુ કડક બની હોય તેમ માનવમાં આવી રહ્યું છે.
લોકડાઉનમાં મોટાભાગના વ્યવસાયોમાં નીલ ટર્ન ઓવર
જો કે ઘણા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માત્ર એ કારણે રદ્દ કરવામાં આવ્યા છે જેમાં કરદાતાનું ટર્નઓવર છેલ્લા 6 મહિનાથી નીલ હોય.આ બાબતે વાત કરતાં જાણીતા ટેક્સ ક્ધસલ્ટન્ટ હરીશ સવજિયાની જણાવે છે કે કોવિડ-19 ના કારણે ધંધાઓને માઠી અસર પહોચી છે.લોકડાઉન દરમ્યાન મોટાભાગના ધંધાઓનું ટર્નઓવર નીલ રહ્યું હોય તે સામાન્ય બાબત છે. અમુક ધંધાઑ માત્ર સિઝનલ હોય છે.આવા ધંધાઓ કે જેની મુખ્ય સિઝન લોકડાઉનમાં જતી રહી તેમના પછીના ટર્નઓવર નીલ હોય તે સામાન્ય બાબત છે.સરકાર દ્વારા આ કારણે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે તે તદ્દન અવ્યવહારિક છે.આ પ્રકારે રજીસ્ટ્રેશન રદ્દ થવાથી સરકારી તિજોરી ને નુકસાન પહોચવાની સંભાવના પણ રહેલી છે.
રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે તે અવ્યવહારિક પગલું
કરચોરી કરનારાઓ ઉપર સખત પગલાં લેવા જ જોઈએ.કરદાતા રિટર્ન નિયમિત ભરે તે પણ જરૂરીજ છે.પણ નીલ રિટર્નના કારણે કે આ પ્રકારે કોઈ સામાન્ય કારણે નોંધણી દાખલો રદ કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેવો વેધક પ્રશ્ન કરદાતાઓમાં ચચર્નિો વિષય બની ગયો છે.


