રાજપીપળા: કોરોના વાયરસના કેહેર વચ્ચે હાલ આખું વિશ્વ જીવી રહ્યું છે.ત્યારે સુપ્રીમ કોર્ટની હાઈ પાવરની કમિટીની સૂચના એવી છે કે, 7 કે એના કરતા ઓછી સજાના કેદીઓને સેસન્સ કોર્ટ દ્વારા જમીન આપવા.એ આદેશ મુજબ રાજપીપળા જિલ્લા જેલ માંથી કાચા કામના કેદીઓને જમીન પર છોડવામાં આવ્યા હતા.રાજપીપળા જિલ્લા જેલ અધિક્ષક એમ.એલ.ગમારાના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની હાઈ પાવરની કમિટીની સૂચના મુજબ રાજપીપળા જિલ્લા જેલમાંથી ૧૭૭ કેદીઓ માંથી ૨૨ કેદીઓને જામીન પર છોડાયા છે.કોરોના વાયરસ બાદ આ જેલમાં નવા ૪ કેદીઓ આવ્યા છે. એ કેદીઓ જેલમાં દાખલ થાય ત્યારે સેનેટાઈઝ કરાયા બાદ એમનો ૧૫ દિવસના પ્રવાસનો ઇતિહાસ જાણવામાં આવે છે.બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં ચેકઅપ કરાવાય છે,૫ દિવસ આઈસોલેશન વૉર્ડમાં અને ૧૦ દીવસ કોરોન્ટાઇન કરાય છે.બાદ ફરી એનું મેડિકલ ચેકઅપ થયા પછી જનરલ બેરેકમાં રખાય છે.રાજપીપળા જિલ્લા જેલ અધિક્ષક એમ.એલ.ગમારાએ જણાવ્યું હતું કે,જ્યારે ૨૨ કેદીઓને જજ સમક્ષ રજુ કરાયા ત્યારે ૨ કેદીઓએ એમ કહ્યું હતું કે,સાહેબ બહાર અમારું કોઈ નથી અમારે જેલમાં જ રહેવું છે.વધુમાં એમણે જણાવ્યું હતું કે,હાલ કોરોના વાયરસને કારણે કેદીઓ માનસિક ભયમાં હોય છે સાથે સાથે બહાર નીકળ્યા પછી એમને તુરંત મજૂરી પણ મળતી નથી,આવા જ કારણોને લીધે આ બન્નેવ કેદીઓએ જામીન પર જવાની જગ્યાએ જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.એમ આ કેદીઓની ૧૫-૨૦ દિવસની જ સજા બાકી છે.