– વિમલ પાન પડીકી તથા તમાકુ વલસાડથી રાજપીપળા ભરી લઇ જતો હોવાનું ટેમ્પો ચાલકે જણાવ્યું
રાજપીપળા : હાલમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાએ જાહેરનામામાં પાન પડીકી તમાકુનું વેચાણ બંધ રાખવાનું જાહેરનામું પાડેલ હોય તેમજ પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિંહ તથા ના.પો.અધિક્ષક રાજપીપળા ડીવીઝન રાજેશભાઇ પરમારનાની સુચના અને માર્ગદર્શન મુજબ પાન પડીકી અને તમાકુ ઉપર હાલમાં પ્રતિબંધ હોય જે સબંધે કડક ચેકિંગ કરી કેસો કરવા સુચના મળેતા તા.૮/૦૫/૨૦૨૦ ના રોજ આમલેથા પોલીસ સબ ઇન્સ.ડી.એ.ક્રિશ્ચન સ્ટાફ સાથે રાજપીપળા નજીકની વિરપોર ચોકડી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫ ઝેડ ૧૯૧૦ આવતા તેમાં ચેક કરતા ટેમ્પોના ડ્રાઇવર અર્જુન પુન્નાવાસે મોર્ય (રહે. હાજી બંદર રોડ મુબઇ,મહારાષ્ટ્ર) ને વાહનમાં શું ભરેલુ છે તેમ પુછતા તેણે વિમલ પાન પડીકી તથા તમાકુ વલસાડ થી રાજપીપળા ભરી લઇ જતો હોવાનું જણાવ્યું હતું.જેથી ટેમ્પો ચેક કરતા ટેમ્પોમાં વિમલ પાન પડીકી ના કોથળા નંગ-૧૦૦ તથા તમાકુના કોથળા નંગ-૨૦ કુલ કિ.રૂ.૯,૧૨,૯૮૩ નો મુદ્દામાલ મળી આવેલ જેથી આમલેથા પોલીસે આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫ ઝેડ ૧૯૧૦ ની કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા વિમલ પાન પડીકીના મળી કુલ કિ.રૂ.૧૪,૧૨, ૯૮૩ નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક અર્જુન પુન્નાવાસે મોર્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.


