– રૂ.૬૦૦૦ પ્રતિકવિન્ટલના ભાવે તુવેરની ખરીદીઃ ૧ ફેબ્રુઆરીથી ૧ મે સુધી કરાશે ટેકાના ભાવે ખરીદી : રૂપીયા પ૧૦૦ પ્રતિકવિન્ટલના ભાવે ચણાની કરાશે ખરીદી : ૪૬પ૦ પ્રતિકવિન્ટલના ભાવે રાયડાની થશે ખરીદી
– પુરવઠા પ્રધાને કેબિનેટ બેઠકમાં ભાગ લીધા બાદ કરી જાહેરાત
ગાંધીનગર : આજ રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ પુરવઠા પ્રધાન જયેશ રાદડીયા દ્વારા પ્રેસને સંબોધન કરીને કહ્યુ હતુ કે, સરકાર દ્વારા તુવેર-રાયડા,ચણાની ખરીદી ટેકાના ભાવે કરશે.પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ આજ રોજ કેબીનેટમા ભાગ લીધા બાદ પ્રેસ સંબોધતા કહ્યુ હતુ કે, તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામા આવશે. ૪૬પ૦ પ્રતિકવિન્ટલના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામા આવશે. ૯૯ કેન્દ્રો પરથી રાયડાની ખરીદી કરવામા આવશે. ચણા માટે પ૧૦૦ના ભાવે ખરીદી કરવામા આવશે.વીઈસી મારફતે ગામડાઓમાથી પણ ખરીદી કરવામા આવશે.
૧ર૮ જેટલા ચણાના ખરીદ કેન્દ્રો હશે. ૧પમી જાન્યુઆરીથી તુવેરની ખરીદીનું રજીસ્ટ્રેશન કરવામા આવશે. ૧૬મી ફેબ્રુઆરીથી ૯૦ દીવસ માટે રાયડાની ખરીદી કરવામા આવશે.શ્રી રાદડીયાએ કહ્યુ હતુ કે,બે લાખ ટન મગફળીની વેચાણ પ્રક્રીયા પૂર્ણ કરી દેવાઈ છે.મગફળીનુ ચુકવણુ બાકી હશે તો તે ઝડપથી પૂર્ણ કરવામા આવશે.


